Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુક્યા બાદ પ્રતિક્ષા હોનમુખે એ આપ્યો મેકર્સને જડબાતોડ જવાબ, ક્રિપ્ટીક પોસ્ટ લખી કહી આવી વાત

Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી રુહી એટલે કે પ્રતીક્ષા હોનમુખે અને અરમાન એટલે કે શહજાદા ધામી ને કાઢી મુકવામાં આવ્યા છે, હવે પ્રતિક્ષાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી માં એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી ને મેકર્સ ને જવાબ આપ્યો છે.

yeh rishta kya kehlata hai actress pratiksha honmukhe shared a cryptic post

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં લિપ આવ્યા બાદ સિરિયલ માં અભીરા ની ભૂમિકા માં સમૃદ્ધિ શુકલા, અરમાન ની ભૂમિકા માં શહજાદા ધામી અને રુહી ની ભૂમિકામાં પ્રતીક્ષા હોનમુખે જોવા મળી રહ્યા છે. હવે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે શો માંથી અરમાન અને રુહી એટલે કે શહજાદા અને પ્રતીક્ષા ને કાઢી મુકવામાં આવ્યા છે. શોના નિર્માતા રાજન શાહીએ બંનેને તેમના બિનવ્યાવસાયિક વર્તનને કારણે શોમાંથી બહાર કરી દીધા છે. શોમાંથી બહાર થયા પછી, પ્રતિક્ષા એ તેના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ

પ્રતીક્ષા એ પોસ્ટ કરી ક્રિપ્ટીક નોટ 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અભિનેત્રી પ્રતિક્ષાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકા ચોપરાનું એક ક્વોટ શેર કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘હિંમત સત્યને જાણીને તેની સાથે ઊભા રહેવાથી આવે છે, તેથી જ તે ખાસ છે’. જોકે, આ સિવાય શહેજાદા અને પ્રતિક્ષા બંને તરફથી શોમાંથી બહાર કાઢવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. 

રિપોર્ટ્સ અનુસાર, શહજાદા અને પ્રતિક્ષા ઘણા સમયથી સેટ પર હાજર લોકો અને ક્રૂ સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. રાજન શાહીની અનેક ચેતવણીઓ પછી પણ બંનેનું આ વલણ બદલાયું નહીં તેથી તેમને શો માંથી પડતા મુકવામાં આવ્યા છે. 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version