Site icon News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?

Yeh Rishta Kya Kehlata Hai Twist:માઈરા અને અરમાનને દૂર કરવા માટે વિદ્યાએ રમી હતી ગંદી રમત; અપકમિંગ એપિસોડમાં જોવા મળશે મોટા ટ્વિસ્ટ અને ટર્ન્સ.

Yeh Rishta Kya Kehlata Hai: Kajal to expose Vidya’s manipulations; Abhira’s secret spy in Poddar House to be revealed soon

Yeh Rishta Kya Kehlata Hai: Kajal to expose Vidya’s manipulations; Abhira’s secret spy in Poddar House to be revealed soon

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Twist:સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અત્યારે એક પછી એક ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. શોમાં જોવા મળ્યું કે અરમાન અને માઈરા મળી તો ગયા છે, પરંતુ અરમાન અત્યારે ભારે ગુસ્સામાં છે અને તેણે અભિરા સાથેની પોતાની તસવીરો પણ ફાડી નાખી છે. જોકે, આ બધી પરિસ્થિતિ પાછળ વિદ્યાનો હાથ હોવાનો ખુલાસો હવે કાજલ કરવાની છે.કાજલ વિદ્યાને રોકડું પરખાવશે કે અરમાન અને અભિરાને અલગ કરવામાં તેની જ મોટી ભૂમિકા છે. કાજલ જાણે છે કે વિદ્યાએ જ જાણીજોઈને હોસ્પિટલમાં બેભાન અભિરાને ફોન કર્યો હતો અને તેને કસ્ટડી પેપર્સ મોકલ્યા હતા જેથી અરમાન તેના પર ગુસ્સે થાય.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: શોમાં આવશે નવો વળાંક: વેલેન્ટાઈન પ્લાન વચ્ચે બાપજીનો ફૂટ્યો ગુસ્સો; શું મિહિર અને તુલસીના પરિવારને ભોગવવી પડશે સજા?

કાજલ અને વિદ્યા વચ્ચેની તકરાર

કાજલ વિદ્યાને કહેશે કે, “તમે તમારી ખુશી માટે દીકરા અને પૌત્રી બંનેની જિંદગી બરબાદ કરી દીધી.” જ્યારે વિદ્યા પૂછશે કે અત્યાર સુધી તે કેમ ચૂપ હતી, ત્યારે કાજલ જણાવશે કે તે અરમાન અને વિદ્યાના સંબંધો બગડવા દેવા માંગતી નહોતી. જોકે, હવે કાજલ આ સત્યનો ઉપયોગ પોતાની શરતો મનાવવા માટે કરી શકે છે. વિદ્યા જ્યારે પૂછશે કે તેને બદલામાં શું જોઈએ, ત્યારે કાજલ કહેશે કે સમય આવ્યે તે માંગી લેશે.


શોમાં બીજો મોટો ધડાકો એ થવાનો છે કે પોદ્દાર હાઉસમાં કોઈ વ્યક્તિ અભિરા માટે જાસૂસી કરી રહ્યું છે. માઈરાને હોસ્ટેલ મોકલવાના સમાચાર અભિરા સુધી પહોંચી જાય છે. જેવી અભિરા ‘થૅન્ક યૂ’ નો મેસેજ કરે છે, ત્યારે જ મનીષા અને તાન્યા બંનેના ફોનની રિંગ વાગે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ બંનેમાંથી કોણ અભિરાને ઘરની પળેપળની માહિતી આપી રહ્યું છે.વિદ્યાએ અરમાનના મનમાં અભિરા વિરુદ્ધ જે ઝેર ઘોળ્યું છે, તેનાથી બંને વચ્ચેની ખાઈ વધી ગઈ છે. અરમાનને લાગે છે કે અભિરાએ તેની કદર કરી નથી. પરંતુ જ્યારે વિદ્યાના આ કાવતરાંની જાણ અરમાનને થશે, ત્યારે પોદ્દાર હાઉસમાં મોટું તોફાન આવવું નક્કી છે. શું અભિરા ફરીથી અરમાનનો વિશ્વાસ જીતી શકશે કે પછી વિદ્યાની જીત થશે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version