Site icon

Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.

Yeh Rishta Kya Kehlata Hai Twist: પોદ્દાર હાઉસમાં છુપાયેલો ગદ્દાર થશે બેનકાબ; ક્રિશ પોદ્દારે પોતાના ફાયદા માટે અરમાન-અભિરા સાથે કરી છેતરપિંડી, શોમાં આવશે નવો વળાંક

Yeh Rishta Kya Kehlata Hai Twist: Not Vidya or Meher, Krish Poddar Revealed as the Real Villain Behind Abhira-Armaan’s Separation

Yeh Rishta Kya Kehlata Hai Twist: Not Vidya or Meher, Krish Poddar Revealed as the Real Villain Behind Abhira-Armaan’s Separation

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Twist: સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિત સ્ટારર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના મેકર્સ ટીઆરપીના ટોપ-૫ માં વાપસી કરવા માટે કહાનીમાં મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી અભિરા અને અરમાનના સંબંધોમાં મહેર અને વિદ્યા વિલન બનીને આવ્યા હતા, પરંતુ હવે ખબર પડશે કે આ બંનેને અલગ કરવા પાછળ ઘરના જ એક સભ્યનો હાથ છે. આ આઘાતજનક ખુલાસો થતા જ અભિરાના પગ નીચેથી જમીન સરકી જશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.

મહેર-વિદ્યા નહીં, અરમાનનો ભાઈ કૃષ છે અસલી વિલન

સીરીયલમાં જોવા મળશે કે અરમાનનો નાનો ભાઈ ક્રિશ પોદ્દાર જ એ શખ્સ છે જેણે મહેર સાથે હાથ મિલાવ્યા છે. ક્રિશ એ જ મહેરને દરેક ડગલે સાથ આપ્યો છે જેથી તે અરમાનની નજીક આવી શકે અને અભિરા પરિવારથી દૂર થઈ જાય. ‘ઘરનો ભેદી લંકા ઢાળે’ એ કહેવત મુજબ ક્રિશ એ પોતાના જ ભાઈના સુખના દિવસોમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે. આ સત્ય સામે આવતા જ આખા પોદ્દાર પરિવારમાં ખળભળાટ મચી જશે.


સવાલ એ થાય છે કે ક્રિશ એ આવું કેમ કર્યું? વાસ્તવમાં, ક્રિશ પોતાના પિતાની જેમ જ સ્વાર્થી બની ગયો છે. મહેર એ  તેને વચન આપ્યું હતું કે જો તે મહેર અને અરમાનના લગ્ન કરાવી દેશે, તો તે તેને પોતાની ઓફિસમાં એક ઊંચા હોદ્દા પર નોકરી આપશે. પોતાની કારકિર્દી અને ફાયદા માટે ક્રિશએ  અરમાન અને અભિરાના પ્રેમનું બલિદાન આપી દીધું. તે વર્ષોથી મહેર માટે જાસૂસી કરી રહ્યો હોવાનું પણ બહાર આવશે.જોકે, પાપનો ઘડો ભરાતા વાર નથી લાગતી. ક્રિશ અને મેહરની આ મિલીભગતનો પર્દાફાશ બીજું કોઈ નહીં પણ અભિરા પોતે જ કરવાની છે. આ વખતે અભિરા એકલી નથી, તેને તાન્યા, કાજલ અને ખુદ દાદી સા એટલે કે કાવેરી પોદ્દાર નો સાથ મળશે. આ ખુલાસા બાદ શું અરમાન પોતાના ભાઈને માફ કરી શકશે? અને શું અભિરા ફરીથી પોદ્દાર હાઉસમાં પોતાની જગ્યા બનાવી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Chand Mera Dil First Look: પ્રેમ, દર્દ અને અધૂરી વાર્તા? ‘ચાંદ મેરા દિલ’માં જોવા મળશે અનન્યા-લક્ષ્યની જોડી, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ.
Exit mobile version