ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑગસ્ટ, 2021
બુધવાર
બૉલિવુડનો લોકપ્રિય સિંગર યો યો હની સિંહ હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને સમાચારોમાં છે. મીડિયા રિપૉર્ટમાં જણાવ્યું છે કે યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, શાલિનીએ હની સિંહ પર માનસિક ત્રાસ અને આર્થિક શોષણને લઈને પણ કેસ દાખલ કર્યો છે. તેણે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ‘ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ’ની અંદર મામલો રજિસ્ટર કરાવ્યો છે.
કેટલાક મીડિયા રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાલિની તલવારે પતિ હની સિંહની સાથોસાથ તેના પરિવાર ઉપર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. આથી વિશેષ શાલિનીએ હની સિંહ પર એવો આરોપ પણ લગાવ્યો છે કે તેને કેટલીક મહિલાઓ સાથે અવૈધિક સંબંધો પણ બનાવ્યા હતા.
