Site icon News Continuous Bureau | Mumbai

રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, પ્રખ્યાત યુટ્યુબરે લગાવ્યા આ આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

અશ્લીલ ફિલ્મ બનાવવાનો અને તેને ઍપ પર રિલીઝ કરવાના આરોપમાં ફસાયેલા રાજ કુન્દ્રા વિશે દરેકની જુદી-જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે રાત્રે રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી હતી. એ બાદ રાજ કુન્દ્રાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે એક પ્રખ્યાત યુટ્યુબરે હવે દાવો કર્યો છે કે પહેલાંથી જ વિવાદોમાં રહેલા રાજ કુન્દ્રાએ તેને પણ ઍપ ‘હૉટશૉટ્સ’ના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું.

પુનિત કૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરીને રાજ કુન્દ્રા પર આ આરોપ લગાવ્યા છે. પુનિતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક સમાચાર રિપૉર્ટ્સ શૅર કર્યા, કૅપ્શનમાં તેણે લખ્યું – બ્રો, તમને અમારો વેરિફાઇડ ડાયરેક્ટ સંદેશ યાદ છે, જ્યાં તેણે મને હૉટશૉટ્સ માટે મેસેજ કર્યો હતો? આ કૅપ્શન પુનિતે એક મિત્રને ટેગ કરતાં લખ્યું હતું. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર કૅપ્શન સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘આ માણસ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે રાજ કુન્દ્રાના ડીએમ પ્રથમ વખત મારી પાસે આવ્યા, ત્યારે મને લાગ્યું કે તે  સ્પેમ છે.’ પુનિત કૌરે લખ્યું કે, ‘ભગવાન જેલમાં સડી રહેલા આ માણસને આશીર્વાદ આપો’. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર રાજ કુન્દ્રાના અનેક સ્ક્રીન શૉટ્સ પણ શૅર કર્યા. આ પહેલી વાર નથી જ્યારે રાજ કુન્દ્રાનું નામ અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં સામે આવ્યું છે. અગાઉ મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે અને અન્ય એક મૉડલ સાગરિકા શોનાએ પણ આ પ્રખ્યાત ઉદ્યોગપતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે મૉડલ સાગરિકા આ રૅકેટ વિશે ખુલ્લેઆમ બોલી હતી ત્યારે રાજ કુન્દ્રાનું નામ આ રૅકેટ સાથે સૌપ્રથમ સંકળાયેલું હતું. સાગરિકાએ આરોપ લગાવ્યો કે આ રૅકેટ રાજ કુન્દ્રા ચલાવે છે.

ક્યારે જોવા મળશે ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ સિઝન ૩? પ્રોડ્યુસરે કર્યો ખુલાસો; જાણો વિગત

સાગરિકાએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રાની કંપની દ્વારા તેમને ન્યૂડ ઓડિશન માટે કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કરી દીધો હતો. એ જ સમયે, પૂનમ પાંડે વિશે વાત કરવામાં આવે તો, અહેવાલો અનુસાર, તેણે રાજ કુન્દ્રા અને તેની કંપની સામે પણ કેસ દાખલ કર્યો હતો. પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો કે તેને રાજ કુન્દ્રાની કંપની તરફથી ઘણી વખત ધમકીઓ મળી હતી. તેને બળાત્કાર, હત્યા અને ઍસિડ ફેંકવાની ધમકીઓ મળતી હતી. હવે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પણ પૂનમ પાંડેએ તેની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેણે ખુશી વ્યક્ત કરી હતી.

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version