Site icon

26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા માત્ર 26 વર્ષની છે. આટલી નાની ઉંમરે અક્ષરા ઉર્ફે પ્રણાલી રાઠોડ રોજના હજારો રૂપિયા કમાય છે. અહીં જાણો તેમની સંપત્તિ વિશે.

yrkkh akshara aka pranali rathod net worth fees career

26 વર્ષની અક્ષરા એક અઠવાડિયામાં કમાય છે લાખો રૂપિયા, તેની કુલ સંપત્તિ જાણીને તમે થઇ જશો આશ્ચર્યચકિત

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ હવે સૌથી વધુ જોવાયેલ શો બની ગયો છે. આ જ કારણ છે કે લોકો શોમાં આવનારા ટ્વિસ્ટની સાથે તેમના મનપસંદ પાત્ર વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે અમે તમને અક્ષરાનું પાત્ર ભજવતી પ્રણાલી રાઠોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, પ્રણાલી રાઠોડે માત્ર 26 વર્ષની ઉંમરમાં દરેક ઘરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. લોકો તેના અક્ષુ ના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

કરોડપતિ છે ‘યે રિશ્તા…’ની અક્ષરા 

નોંધપાત્ર વાત એ છે કે પ્રણાલી રાઠોડનું નામ ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સામેલ છે. એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના એક એપિસોડ માટે 60 હજાર રૂપિયા ફી લે છે. પ્રણલી રાઠોડ સિરિયલો સિવાય જાહેરાત માંથી પણ ઘણી કમાણી કરે છે. તેની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે એક કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.જેમ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની હિના ખાન અને શિવાંગી જોશી અનુક્રમે અક્ષરા અને નાયરાનું પાત્ર ભજવીને ટીવીની ટોચની અભિનેત્રીઓ બની હતી, તેમ પ્રણાલી રાઠોડ પણ હવે ખૂબ જ લોકપ્રિય બની છે. તેના ફોલોઅર્સમાં પણ ઘણો વધારો થયો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

 

આ સિરિયલોમાં કામ કરી ચુકી છે પ્રણાલી

તમને જણાવી દઈએ કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવતા પહેલા પ્રણાલી રાઠોડ અન્ય ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તે ‘પ્યાર પહેલી બાર’, ‘જાત ના પૂછો પ્રેમ કી’, ‘બેરિસ્ટર બાબુ’, ‘ક્યૂં ઊઠે દિલ છોડ આયા’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે. આ સિવાય તેણે વેબ સિરીઝ ‘ચુટઝપહ’માં પણ કામ કર્યું છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version