News Continuous Bureau | Mumbai
YRKKH: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ દિવસોમાં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ ચાલી રહ્યા છે. શો માં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. હાલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાના શોમાં અક્ષરા અને અભિમન્યુના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે, જેમાં સતત નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. અક્ષરા ની પ્રેગ્નેન્સી નું સત્ય બહાર આવી ગયું છે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીપ લીધા બાદ હર્ષદ ચોપરા શોને અલવિદા કહી દેશે. પરંતુ હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શોમાં હર્ષદ ચોપરાના પાત્રને લંબાવવામાં આવ્યું છે. જો કે લિપ બાદ પ્રણાલી રાઠોડ ના જવા પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં લંબાવવામાં આવ્યું અભિમન્યુ નું પાત્ર
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિમન્યુનું પાત્ર ભજવતા અભિનેતા હર્ષદ ચોપડાની સાથે અક્ષરાનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રણાલી રાઠોડે પણ શોને બાય-બાય કહી દીધું છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓ અભિમન્યુ તેમજ અક્ષરાના મૃત્યુ દ્રશ્યની યોજના બનાવી રહ્યા છે. આટલું જ નહીં તેઓ લીપ પછી સ્ટોરી માટે નવા ચહેરા પણ શોધી રહ્યા છે.મીડિયા માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નિર્માતાઓએ હર્ષદ ચોપરાના પાત્રને એક્સ્ટેંશન આપ્યું છે, જે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મોટો ટ્વિસ્ટ લાવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષદ ચોપરા 30 ઓક્ટોબરે તેનો છેલ્લો એપિસોડ શૂટ કરશે. તેના ગયા પછી એટલે કે નવેમ્બરના અંતમાં શોમાં લીપ જોવા મળશે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં આવશે લીપ
મીડિયા રિપોર્ટ અનુસાર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નવેમ્બરના અંત સુધીમાં લીપ લેવા જઈ રહી છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. લીપ પછી અભિનેતા કરણ વાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મુખ્ય ભૂમિકા ભજવશે. હાલમાં જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ વાહી લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં સિરિયલનું ટાઈટલ ટ્રેક ચાલી રહ્યું છે. આ વીડિયોની શરૂઆતમાં નવી સફર લખવામાં આવી છે. આ પ્રોમો વીડિયોમાં કરણ વાહીના પાત્રનું નામ એકાંશ તરીકે દર્શાવવામાં આવ્યું છે.
મીડિયા માં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે જનરેશન લીપ બાદ શોમાંથી જૂના પાત્રોને હટાવીને નવા પાત્રોને એન્ટ્રી કરવામાં આવશે. જ્યારે અભિમન્યુ અને અભીર અકસ્માતમાં મૃત્યુ પામશે, ત્યારે અક્ષુ એક પુત્રીને જન્મ આપશે, જેની સાથે શોની વાર્તા પણ આગળ વધશે.
આ સમાચાર પણ વાંચો: Madhura naik: ટીવી ની આ અભિનેત્રી ના ઘરે છવાયો માતમ, ઇઝરાયેલ હમાસ યુદ્ધ દરમિયાન આતંકવાદીઓએ કરી બહેન-જીજાજી ની હત્યા
