News Continuous Bureau | Mumbai
YRKKH: સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં જલ્દી જ લીપ આવાનો છે. આ સાથે જ અક્ષરા અને અભિમન્યુ નું ચેપટર ક્લોઝ થશે અને નવી જનરેશન નું ચેપ્ટર ચાલુ થશે. આ શો નો નવો પ્રોમો સામે આવી ચુક્યો છે. આ શો માં 6 નવેમ્બર થી નવી વાર્તા શરૂ થશે. પ્રોમો અનુસાર અક્ષરા અને અભિનવ ની દીકરી અભીરા ની વાર્તા બતાવવામાં આવશે.મીડિયા રિપોર્ટ અનુસાર લીપ પહેલા અભિમન્યુ સાથે પૂરો બિરલા પરિવાર મૃત્યુ પામશે. ત્યારબાદ ફક્ત ગોએન્કા પરિવાર જ બચશે અને વાર્તા આગળ ચાલશે. આ ઉપરાંત અક્ષરા નું પાત્ર ભજવી રહેલી પ્રણાલી ને પણ રિપ્લેસ કરવામાં આવશે.
યે રિશ્તા ની જૂની પેઢી એ શૂટ કર્યો છેલ્લો એપિસોડ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં લીપ આવ્યા બાદ જૂની પેઢી ના સ્થાને નવી પેઢી આવશે. આ સ્થિતિ માં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડે તેમનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે. સિરિયલની ચાચીમાં એટલેકે અભિનેત્રી સાઈ બર્વે એ સોશિયલ મીડિયા પર છેલ્લા દિવસનો વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. આ વિડીયો માં સમગ્ર સ્ટાર કાસ્ટ પ્રણાલી અને હર્ષદને ભેટ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ ઉપરાંત સ્વાતિ ચિટનિસ, સચિન ત્યાગી, નિયતિ જોશી, સાઈ બાર્બે જોવા મળી રહ્યા છે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની નવી સ્ટારકાસ્ટ
મીડિયા રિપોર્ટ અનુસાર સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની નવી પેઢી માં મુખ્ય અભિનેત્રી તરીકે સમૃદ્ધિ શુક્લા અને શહેઝાદા ધામી મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે. અક્ષરાનું પાત્ર પ્રીતિ અમીન ભજવશે.
આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિમન્યુ અને અભીર પહેલા આ પાત્ર નું થશે દર્દનાક મૃત્યુ, જાણો શો માં આવનાર ટ્વીસ્ટ વિશે
