Site icon

YRKKH TRP Fall: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના વળતા પાણી: ‘અનુપમા’ ને ટક્કર આપતો શો સતત ૨ મહિનાથી Top-5 માંથી બહાર, મેકર્સની તમામ કોશિશો નિષ્ફળ

YRKKH TRP Fall: અભીરા-અરમાનનો ઈમોશનલ ડ્રામા દર્શકોને ન ગમ્યો, ટીઆરપી લિસ્ટમાં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ અને ‘નાગિન ૭’ એ મારી બાજી

YRKKH Struggles in TRP Race: Samridhii Shukla and Rohit Purohit Starrer Out of Top 5; Anupamaa and Kyunki 2 Lead the Charts

YRKKH Struggles in TRP Race: Samridhii Shukla and Rohit Purohit Starrer Out of Top 5; Anupamaa and Kyunki 2 Lead the Charts

News Continuous Bureau | Mumbai

YRKKH TRP Fall: ટેલિવિઝન પર છેલ્લા ૧૭ વર્ષથી રાજ કરી રહેલો રાજન શાહીનો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જે શો એક સમયે ‘અનુપમા’ જેવી સિરિયલ્સને બરાબરની ટક્કર આપતો હતો, તે હવે ટીઆરપી (TRP) લિસ્ટમાં ટોપ-૫ માં પણ સ્થાન મેળવી શકતો નથી. સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિતની જોડી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ જણાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ

૮ વર્ષના લીપ બાદ પણ દર્શકો નારાજ

મેકર્સે શોની ટીઆરપી સુધારવા માટે ૮ વર્ષનો મોટો લીપ લીધો હતો, પરંતુ આ દાવ ઉંધો પડ્યો છે. ટીઆરપી લિસ્ટમાં સ્મૃતિ ઈરાનીની સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ૨’ પહેલા ક્રમે અને રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ બીજા ક્રમે યથાવત છે. જ્યારે ‘યે રિશ્તા…’ ના અભીરા અને અરમાનનો ઈમોશનલ ડ્રામા પ્રેક્ષકોને કંટાળાજનક લાગી રહ્યો છે. આ સિવાય એકતા કપૂરની નવી સિરિયલ ‘નાગિન ૭’ એ પણ ટીઆરપીમાં જોરદાર એન્ટ્રી કરીને આ શોને પાછળ છોડી દીધો છે.


વિશ્લેષકોના મતે, સિરિયલમાં વારંવાર આવતા લીપ અને બદલાતી સ્ટાર કાસ્ટથી દર્શકો કંટાળી ગયા છે. મેકર્સ દર વખતે રેટિંગ્સ વધારવા માટે જૂની અને ઘસી ગયેલી વાર્તાનો સહારો લે છે, જેમાં છૂટાછેડા, દગો અને ફરીથી મિલન જેવા વિષયો જ મુખ્ય હોય છે. વાર્તામાં કોઈ નવિનતા ન હોવાને કારણે ફેન્સ હવે અન્ય નવા શો તરફ વળી રહ્યા છે. ‘તારક મહેતા…’ અને ‘લાફ્ટર શેફ્સ ૩’ જેવા શો પણ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ ‘યે રિશ્તા…’ માટે આ ચિંતાનો વિષય છે.ટીઆરપીમાં શોનો ભઠ્ઠો બેસી જતાં હવે મેકર્સ પર સ્ક્રિપ્ટ બદલવાનું દબાણ વધ્યું છે. જો આગામી દિવસોમાં વાર્તામાં કોઈ રોમાંચક વળાંક નહીં આવે, તો આ શો તેની લોકપ્રિયતા ગુમાવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajpal Yadav Net Worth: રાજપાલ યાદવની નેટવર્થ અને મુશ્કેલીઓ: કરોડોની સંપત્તિ છતાં જેલ જવાનો કેમ આવ્યો વારો? જાણો કેટલી છે તેની કમાણી અને કોણ આવ્યું મદદે
ZNMD 2: બેગ પેક કરી લો! ‘ઝિંદગી ના મિલેગી દોબારા ૨’ પર સત્તાવાર મહોર: જોયા અખ્તરે સ્ક્રિપ્ટ કરી લોક, ફરી જોવા મળશે ઋતિક-ફરહાન-અભયનો મેજિક
Dhurandhar: The Revenge: ‘ધુરંધર: ધ રિવન્જ’ ના ધમાકા માટે તૈયાર રહો! ફેબ્રુઆરીમાં રિલીઝ થશે પાવરફુલ ગીત, જાણો કઈ તારીખે લોન્ચ થશે ફિલ્મનું મોસ્ટ અવેટેડ ટ્રેલર
Don 3 Controversy: શું ‘ડોન ૩’ માંથી રણવીર સિંહની એક્ઝિટ? ફરહાન અખ્તર સાથે એવો ડખો થયો કે વાત ૪૦ કરોડના વળતર સુધી પહોંચી, જાણો વિવાદનું અસલી કારણ
Exit mobile version