Site icon

સોનાક્ષી સિન્હા સાથે ના અફેરના સમાચાર પર ઝહીર ઈકબાલે તોડ્યું મૌન, કહી આ વાત

News Continuous Bureau | Mumbai

થોડા સમય પહેલા સોનાક્ષી સિન્હા(Sonakshi Sinha) અને એક્ટર ઝહીર ઈકબાલ (Zahir Iqbal)વચ્ચેના સંબંધોની ચર્ચા (affair) થઈ હતી. અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે સોનાક્ષીએ ઝહીર સાથેની તસવીર શેર કરી અને ક્યૂટ નોટ લખી. ત્યાં સુધી બંનેએ ખુલીને કશું કહ્યું નહીં અને મૌન સેવ્યું. ઝહીરે ફિલ્મ 'નોટબુક'થી (notebook)બોલિવૂડમાં એન્ટ્રી (bollywood debut) કરી હતી. હવે ઝહીરે સોનાક્ષી સાથેના અફેરની અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે તેને આ બધાની પરવા નથી, જો કોઈને આવું લાગે તો ઠીક છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ને  આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું, 'એટલો લાંબો સમય થઈ ગયો છે કે મને તેની પરવા પણ નથી. જો તમે એવું વિચારો છો, તો હું ઠીક છું, તમે વિચારી રહ્યા છો, વિચારતા રહો. તે તમારા માટે સારું છે. જો હું તેની (sonakshi Sinha)) સાથે હોઉં તો તે તને ખુશ કરે છે તો તે તમારા માટે સારું છે. જો આ તમને હેરાન કરે તો મને માફ કરશો. તેના વિશે વિચારવાનું બંધ કરો.' ઝહીરે વધુમાં કહ્યું, 'તે આ ઉદ્યોગનો એક ભાગ છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા જાણતો હતો. હું જાણતો હતો કે કલાકારો આમાંથી પસાર થાય છે કારણ કે મારા કેટલાક મિત્રો છે જેઓ આ ઉદ્યોગનો ભાગ છે. ભાઈ (Salman Khan)) હંમેશા અમને કહે છે કે ઘણા લોકો આવું લખશે, તેના પર ધ્યાન ન આપો. તેથી હું ખરેખર તેના પર ધ્યાન આપતો નથી.'

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ ની મુશ્કેલી વધી, છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટમાંથી નથી મળી રાહત, જાણો શું છે સમગ્ર મામલો

ઝહીર સલમાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' (Kabhi Eid kabhi Diwali)માં જોવા મળવાનો છે.ઝહીરની ફિલ્મ 'નોટબુક' (notebook)નું નિર્માણ સલમાન ખાને કર્યું હતું. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ પ્રનૂતન (Pranutan Bahl)બહલ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ઝહીર સોનાક્ષીની ફિલ્મ 'ડબલ એક્સએલ' (double xl)માં જોવા મળશે. આ ફિલ્મમાં સોનાક્ષી ઉપરાંત હુમા કુરેશી લીડ રોલમાં છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version