Site icon

સારાએ સાચવી ને રાખી છે ‘જરા હટકે જરા બચકે’ના પાત્ર સૌમ્યા ની આ બે વસ્તુ, જાણો કેમ?

સારા અલી ખાને ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ માં પંજાબી છોકરીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં તેનો રોલ દર્શકોને ઘણો પસંદ આવ્યો છે.હવે સારા એ ફિલ્મની સૌમ્યા ની બે નિશાની પોતાની પાસે રાખી લીધી છે.

zara hatke zara bachke sara ali khan retains mangalsutra and blue saree

સારાએ સાચવી ને રાખી છે 'જરા હટકે જરા બચકે'ના પાત્ર સૌમ્યા ની આ બે વસ્તુ, જાણો કેમ?

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે અભિનેત્રીની જોડી છે. સારાએ આ ફિલ્મમાં સૌમ્યાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સારાએ તેની બે યાદો સાચવી છે. 

Join Our WhatsApp Community

 

સારા અલી ખાને રાખી આ બે વસ્તુ 

‘જરા હટકે જરા બચકે’નું શૂટિંગ પૂરું થયા બાદ સારા અલી ખાને આ ફિલ્મમાંથી બે વસ્તુઓ સાચવી ને રાખી છે. આ બંને વસ્તુઓ તેણે નિશાની તરીકે રાખી છે. આ બે વસ્તુઓ સારા ના પાત્ર સૌમ્યા નું મંગળસૂત્ર અને વાદળી સાડી છે.અહેવાલો અનુસાર, સારા અલી ખાન તેની દરેક ફિલ્મના પાત્રની નિશાની ચોક્કસ રાખે છે. આ પરંપરાને અનુસરીને તેણે પોતાની ફિલ્મમાંથી મંગળસૂત્ર અને વાદળી સાડી પસંદ કરી છે. એવું કહેવાય છે કે સારા તેના સૌમ્યા પાત્રની આ વસ્તુઓ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હતી, તેથી તેણે તેને રાખવાનું નક્કી કર્યું.

 

સારા અલી ખાને ભજવી છે પંજાબી છોકરી ની ભૂમિકા 

‘જરા હટકે જરા બચકે’ માં સારા અલી ખાન ઈન્દોરની એક યુવાન, ઉત્સાહી પંજાબી છોકરીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં સારા અને વિકી કૌશલે ઘણા મંદિરોની મુલાકાત લીધી હતી. ‘જરા હટકે જરા બચકે’ના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. શરૂઆતના આંકડાઓ મુજબ, ફિલ્મે આજે 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનો કુલ બિઝનેસ 40.35 કરોડ રૂપિયા થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો:  ધ કાશ્મીર ફાઇલ્સ ના પ્રોડ્યુસર બાદ હવે આદિપુરુષ ને મળ્યું રણબીર કપૂર નું સમર્થન, રિલીઝ પહેલા જ આટલી ટિકિટ ખરીદવા ની કરી જાહેરાત

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version