Site icon

Zeenat aman: બે વાર લગ્ન કરી ચુકેલી દિગજ્જ અભિનેત્રી ઝીનત અમાન એ તેના યુવાન ફેન્સ ને આપી આવી સલાહ, લિવ ઈન રિલેશનશિપ ને લઈને કહી આવી વાત

Zeenat aman: બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ કોઈને કોઈ પોસ્ટ શેર કરીને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતર માં ઝીનતે તેની પોસ્ટ માં યુવકોને લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી છે.

zeenat aman recommending younger generation to live together before getting married

zeenat aman recommending younger generation to live together before getting married

News Continuous Bureau | Mumbai 

Zeenat aman: ઝીનત અમાન તેના જમાના ની બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી રહી ચુકી છે. અભિનેત્રી 72 વર્ષ ની થઇ ચુકી છે પરંતુ હજુ પણ તે સુંદરતા માં અત્યાર ની અભિનેત્રીઓ ને માત આપે છે. ઝીનત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. હવે ઝીનત તેની એક પોસ્ટ ને લઈને ચર્ચામાં આવી છે. વાસ્તવમાં ઝીનતે તેની નવી પોસ્ટ દ્વારા યુવાનો ને લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી છે.

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો : Seema haider: સૂજેલી આંખો, હોઠ પર ઇજા ના નિશાન આખરે શું છે સીમા હૈદર ના આ વાયરલ વિડીયો ની હકીકત, જાણો અહીં

ઝીનત અમાને આપી સલાહ 

ઝીનત અમાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ડોગી લિલી સાથેની બે તસવીરો શેર કરી છે. આ તસવીર શેર કરતી વખતે ઝીનતે એક લાંબી નોટ લખી છે જેની શરૂઆત માં તેને તેના કુતરા નો પરિચય આપ્યો છે. ત્યારબાદ અભિનેત્રી એ યુવકોને લગ્ન પહેલા લિવ-ઈન કરવાની સલાહ આપતા લખ્યું છે કે, ‘જો તમે રિલેશનશિપમાં છો તો હું તમને લગ્ન પહેલાં સાથે રહેવાની સલાહ આપીશ. આ એ જ સલાહ છે જે મેં મારા પુત્રોને હંમેશા આપી છે, જે બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે અથવા રહી ચુક્યા છે. મને તે તાર્કિક લાગે છે કે બે વ્યક્તિઓ તેમના કુટુંબ અને સરકારને તેમના સમીકરણમાં સમાવે તે પહેલાં, તેઓએ પહેલા તેમના સંબંધોની ચકાસણી કરવી જોઈએ. આમ કરવાથી એકબીજાના ઘણા સારા ગુણો અને ખામીઓ બહાર આવે છે, જેને લગ્ન પહેલા ઓછી કરી શકાય છે. લોકો શું કહેશે તેનો વિચાર ન કરવો જોઈએ.’


તમને જણાવી દઈએ કે ઝીનત અમાને પહેલે થી પરણેલા એક્ટર સંજય ખાન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય સાથે રહ્યા બાદ બંને અલગ થઇ ગયા હતા. સંજય ખાન સાથેના લગ્ન તૂટ્યા પછી, ઝીનત અમાને ફરીથી અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ પણ સારો ન ચાલી શક્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version