News Continuous Bureau | Mumbai
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા (Veteran actor of Bollywood) અને નિર્દેશક રાજ કપૂરે (Raj Kapoor) ઘણી ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે ઘણી શાનદાર ફિલ્મો પણ બનાવી છે. તેમની ઘણી ફિલ્મો આજે પણ માસ્ટરપીસ તરીકે જોવામાં આવે છે, જેમાંથી એક 1978ની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (Satyam Shivam Sundaram ) છે. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ (box office) પર મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મમાં ઝીનત અમાન (Zeenat Aman) મુખ્ય પાત્ર ‘રૂપા’ તરીકે જોવા મળી હતી. આની સાથે જ ઝીનતે આ ફિલ્મમાં ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ (bold scenes) આપ્યા હતા, જે પછી અભિનેત્રીને પણ બોલ્ડ અભિનેત્રી (Bold actress) તરીકે ઓળખવામાં આવી હતી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ માટે પહેલા બે અભિનેત્રીઓને ઓફર કરવામાં આવી હતી.
તે બંને અભિનેત્રીઓએ આ ફિલ્મને નકારી કાઢી હતી, ત્યારબાદ આ ફિલ્મ ઝીનત અમાનના ખાતામાં નોંધાયેલી પ્રથમ હિટ ફિલ્મ હતી, ત્યારબાદ અભિનેત્રી પાસે નિર્દેશકો અને નિર્માતાઓની લાઈન લાગી ગઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મમાં અગાઉ દિવંગત અભિનેત્રી વિદ્યા સિન્હાને (Vidya sinha) ‘રૂપા’નો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વિશે ઘણી માહિતી આપી હતી. અભિનેત્રીએ પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, ‘ઝીનત અમાન પહેલા રાજ કપૂરે તેને આ ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ આ ફિલ્મમાં તેના પાત્રને જે રીતે ઈન્ટીમેટ સીન્સ (intimate scene) કરવાના હતા અને જે રીત ના કપડાં પહેરવાના હતા તેમાં તે કમ્ફર્ટેબલ (comfortable) નહોતી. જેના કારણે તેને આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. આ સિવાય વિદ્યા સિન્હાએ આગળ કહ્યું હતું કે ‘ઝિનત અમાને જે પ્રકારના કપડાં પહેર્યા હતા તે પહેરવામાં હું બિલકુલ આરામદાયક નહોતી.
આ સમાચાર પણ વાંચો: એક જ ઝાટકે 200 વ્હીકલની ડિલિવરી! આ બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર ખુબ ચર્ચામાં
તમને જણાવી દઈએ કે માત્ર વિદ્યા જ નહીં પરંતુ હેમા માલિનીએ (Hema Malini) પણ રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં ‘રૂપા’ના પાત્રને નકારી કાઢ્યું હતું. હા… આ ફિલ્મ તેને પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તે પણ ફગાવી દીધી હતી. રાજ કપૂરની દીકરી રિતુ નંદાએ પણ પોતાના પુસ્તક ‘રાજ કપૂર સ્પીકસ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે રાજ કપૂર આ રોલ માટે હેમા માલિનીને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ હેમા માલિનીએ આ રોલ ન કર્યો તે સ્વાભાવિક હતું.