Site icon News Continuous Bureau | Mumbai

Zubeen Garg Death: ઝુબીન ગર્ગ ના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગ એ નોંધાવી FIR, CID દ્વારા તપાસ તેજ

Zubeen Garg Death: સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયેલા મૃત્યુને પરિવાર એ 'સાજિશ' ગણાવી, મેનેજર સિદ્ધાર્થ શર્મા અને આયોજક શ્યામકાનુ મહંતાના FIRમાં નામ

Zubeen Garg Death: Wife Garima Files FIR Against Manager and Organisers

Zubeen Garg Death: Wife Garima Files FIR Against Manager and Organisers

News Continuous Bureau | Mumbai

Zubeen Garg Death: અસમના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગ નું 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન મૃત્યુ થયું હતું. શરૂઆતમાં આ ઘટના દુર્ઘટના માનવામાં આવી હતી, પરંતુ હવે તેમના પરિવાર દ્વારા આને ‘સાજિશ’ ગણાવીને FIR નોંધાવવામાં આવી છે. ઝુબીનની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ, બહેન પામી બર્થાકુર અને કાકા મનોજ બર્થાકુર દ્વારા CIDમાં ઈમેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kartik Aaryan: કાર્તિક આર્યને મુંબઈમાં ખરીદી ઓફિસ સ્પેસ, કરોડો માં છે કિંમત, જાણો વિગતે

FIRમાં કોના નામ?

FIRમાં ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા , નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતા, સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામી અને સિંગાપોરમાં હાજર અન્ય લોકોના નામ છે. રિપોર્ટ મુજબ આ FIRમાં મૃત્યુની શંકાસ્પદ પરિસ્થિતિઓ અને આર્થિક ગડબડીના મુદ્દાઓ પણ ઉલ્લેખિત છે.અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, જો સરકાર ઝુબીનને ન્યાય ન આપી શકે તો લોકો 2026માં તેમને મત ન આપે. તેમણે સિદ્ધાર્થ શર્મા અને શ્યામકાનુ મહંતા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે અને ઇન્ટરપોલ ની મદદથી તેમને દેશ છોડવા ન દેવાની વ્યવસ્થા કરી છે.


CID અને SIT દ્વારા બંનેના ઘરો પર રેડ કરવામાં આવી છે. પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ગુહાટી હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિને ન્યાયિક કમિશન રચવા માટે પત્ર લખ્યો છે. જો CID દ્વારા ન્યાય ન મળે તો કેસ CBIને સોંપવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version