News Continuous Bureau | Mumbai
Zubeen Garg: યા અલી’ અને ‘દિલ તૂ હી બતા’ જેવા હિટ ગીતો આપનાર ગાયક જુબિન ગર્ગ હવે આ દુનિયામાં નથી રહ્યા. 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોર માં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયેલા દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. અત્યાર સુધી મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ નહોતું, પરંતુ હવે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્મા એ જણાવ્યું છે કે “જુબિનનું અવસાન ડૂબવાથી થયું છે,” જે સિંગાપોર સરકારના ડેથ સર્ટિફિકેટમાં નોંધાયું છે.
આ સમાચાર પણ વાંચો : Zubeen Garg Net Worth: 52 વર્ષની ઉંમરે અવસાન પામેલા જુબિન ગર્ગ પાછળ છોડી ગયા કરોડોની સંપત્તિ, જાણો તેમની નેટ વર્થ વિશે
જુબિનના અવસાનથી અસમમાં શોકની લાગણી
20 સપ્ટેમ્બરે જુબિનનો પાર્થિવ શરીર દિલ્હી લાવવામાં આવ્યો અને 21 સપ્ટેમ્બરે ગૌહાટી પહોંચ્યો. ત્યાં હજારો ચાહકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા. રાજ્ય સરકારે 20 થી 22 સપ્ટેમ્બર સુધી રાજકીય શોક જાહેર કર્યો હતો. જુબિનના અવસાનથી આખું અસમ દુઃખી છે.
The #AssamCabinet today convened by observing a minute of silence for our beloved, Zubeen! pic.twitter.com/2fjDb6cDS8
— Himanta Biswa Sarma (@himantabiswa) September 21, 2025
CM હિમંત બિસ્વા સર્માએ X (Twitter) પર લખ્યું કે “અસમ કેબિનેટે કમરકુચી ખાતે 10 બીઘા જમીન ફાળવી છે જ્યાં 23 સપ્ટેમ્બરે જુબિનને અંતિમ વિદાય આપવામાં આવશે.” રાજ્યના મંત્રીઓએ એક મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી.
After discussions with the family of Zubeen Garg, #AssamCabinet has approved allotment of 10 bigha land in Kamarkuchi, near Guwahati where our #BelovedZubeen will be laid to rest on September 23. pic.twitter.com/3Mdf9gdUuh
— Himanta Biswa Sarma (@himantabiswa) September 21, 2025
જુબિન ગર્ગે આસામી અને બંગાળી ભાષામાં અનેક લોકપ્રિય ગીતો આપ્યા છે. 2006માં ‘ગેંગસ્ટર’ ફિલ્મના ‘યા અલી’ ગીતથી તેમને રાષ્ટ્રીય ઓળખ મળી. તેમ છતાં, તેમણે હંમેશા આસામના સંસ્કૃતિને આગળ ધપાવવાનું કામ કર્યું. તેથી અસમની જનતા તેમને દિલથી યાદ કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)