Site icon

Fact Check: શું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના ભાષણમાં અવરોધ ઉભો કર્યો હતો?.. જાણો શું છે આ ભ્રામક વિડીયોનો દાવો..

Fact Check: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉદ્ધવને સ્ટેજ પર બોલતા અટકાવ્યા હતા. જાણો શું છે આ વિડીયોની સત્યતા..

Fact Check Did Congress workers obstruct Uddhav Thackeray's speech in Maharashtra

Fact Check Did Congress workers obstruct Uddhav Thackeray's speech in Maharashtra

News Continuous Bureau | Mumbai

Fact Check: દેશમાં હાલ લોકસભા ચૂંટણી માટે વોટિંગ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ જાણે-અજાણ્યે કેટલાક ફેક ન્યૂઝ શેર કરતા રહે છે. આવો જ સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરેને ( Uddhav Thackeray ) સ્ટેજ પર બોલતા અટકાવ્યા હતા. તો જાણો શું છે આ વિડીયોના દાવાનું તથ્ય. 

Join Our WhatsApp Community

આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વર્ધામાં એક ચૂંટણી ( Lok Sabha Election ) પ્રચાર રેલીમાં કોંગ્રેસના સભ્યોએ ઉદ્ધવ ઠાકરેને 5 મિનિટ માટે પણ સભાને સંબોધવાની મંજૂરી આપી ન હતી. તપાસ દરમિયાન આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. જો તમે મૂળ વિડિયોને ધ્યાનથી સાંભળો તો સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે ઉદ્ધવ ઠાકરે મરાઠીમાં કહી રહ્યા છે કે સમયના અભાવે તેઓ માત્ર પાંચ મિનિટ જ બોલી શકશે અને તેમની આસપાસના લોકો તેમને સભાને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી બોલવાની વિનંતી કરી રહ્યા છે.

 Fact Check: કોંગ્રેસના સભ્યો અને વર્ધાના MVA ઉમેદવાર અમર કાલે પણ ઉદ્ધવ ઠાકરેને રેલીને સંબોધવા વિનંતી કરી રહ્યા હતા…

આ વિડીયોની સત્યતા જાણવા અમે Google પર કીવર્ડ સર્ચ કરીને વર્ધામાં ઉદ્ધવ ઠાકરેનું ભાષણની તપાસ શરૂ કરી હતી. જેમાં અમને YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ 12-મિનિટનો એક વિડિયો જોવા મળ્યો હતો.

આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કોંગ્રેસના ( Congress ) સભ્યો અને વર્ધાના MVA ઉમેદવાર અમર કાલે પણ ઉદ્ધવ ઠાકરેને રેલીને સંબોધવા વિનંતી કરી રહ્યા હતા. જ્યારે ઠાકરે એમ કહેતા જોવા મળી રહ્યા હતા કે તેઓ માત્ર 5 મિનિટ બોલશે, જ્યારે સ્ટેજ પર હાજર અન્ય લોકો તેમને ઓછામાં ઓછા 15 મિનિટ બોલવા વિનંતી કરી રહ્યા છે. આ બાદ ઉદ્ધવ ઠાકરે દસ મિનિટ સભાને સંબોધે છે અને પછી તેઓ અધવચ્ચે જ નીકળી ત્યાંથી નીકળી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya Net Worth : મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સંપત્તિ કેટલી છે? જાણો કયો છે આવકનો સૌથી મોટો સ્ત્રોત..

તો અન્ય એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા વિડિયોમાં જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિ અમર કાલેને અટકાવે છે અને કહે છે કે ઉદ્ધવ ઠાકરેને ફ્લાઈટ પકડવી છે અને તેમણે વહેલા નીકળવું પડશે.

 Fact Check: ઠાકરેએ 22 એપ્રિલ 2024 ના રોજ આયોજિત રેલીમાં લગભગ 10 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.

આ પછી, ઠાકરેએ 22 એપ્રિલ 2024 ના રોજ આયોજિત રેલીમાં લગભગ 10 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. અંતે તેમણે ઉપસ્થિત લોકોને અમર કાલેના ભાષણની રાહ જોવા અને તેના પછી ત્યાંથી જવાની વિનંતી કરી હતી.

આ અંગે વર્ધાના ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય અમર કાલેએ ( Amar Kale ) મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું, આ વાયરલ વિડીયોનો દાવો ખોટો છે. સાચું તો એ છે કે અમે બધાએ ઉદ્ધવ ઠાકરેને લોકોને વધુ સમય સુધી સંબોધવા વિનંતી કરી હતી પરંતુ તેઓ ત્યાંથી જવા ઉતાવળ કરી રહ્યા હતા, તેથી તેઓ અમર કાલેને સભાને સંબોધવા વિનંતી કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Viral video: ટ્રક ડ્રાઇવર નું ખતરનાક સ્ટંટ, ચાલુ ટ્રકે બહાર નીકળી ગયો. પછી શું થયું. રુવાટા ઉભા કરી દેતો વિડિયો.

તેથી કોંગ્રેસના કાર્યકરોએ વર્ધામાં ચૂંટણી રેલી ( Election rally ) દરમિયાન ઉદ્ધવ ઠાકરેને બોલવા દીધા ન હોવાનો દાવો ખોટો છે. વાયરલ દાવો ખોટો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version