Site icon News Continuous Bureau | Mumbai

Fact Check: શું પીએમ મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં ખાલી ડોલમાંથી લંગરમાં ભોજન પીરસ્યુ હતું? જાણો વાયરલ દાવાની સત્યતા…

Fact Check: પીએમ મોદીના પટના સાહિબ ગુરુદ્વારાની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. તેઓ 13 મેના રોજ ગુરુદ્વારા ગયા હતા અને ત્યાંના લોકોને લંગરમાં ભોજન પણ પીરસ્યું હતું. જો કે સોશિયલ મિડીયામાં દાવો કરવામાં આવ્યો હતો કે ખાલી ડોલમાંથી ભોજન પીરસવામાં આવ્યું હતું.

Fact Check Did PM Modi serve food in langar from an empty bucket in Patna Sahib Gurdwara Know the truth of the viral claim...

Fact Check Did PM Modi serve food in langar from an empty bucket in Patna Sahib Gurdwara Know the truth of the viral claim...

News Continuous Bureau | Mumbai 

Fact Check: દેશમાં હાલ ચૂંટણી માહોલ સર્જાયો હતો. જેમાં લોકસભા ચૂંટણી ( Lok Sabha Election 2024 ) દરમિયાન વડાપ્રધાન મોદીએ તાજેતરમાં પટનામાં શ્રી હરિમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભક્તોને લંગરમાં ભોજન પણ પીરસ્યું હતું. જે બાદ હવે પીએમ મોદીનો લંગરમાં ( langar ) ભોજન પીરસતા ફોટો વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ ફોટો શેર કરી રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી ખાલી ડોલમાંથી ભોજન પીરસી રહ્યા છે. આ અંગે એક યુઝરે લખ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી આવું થઈ રહ્યું છે. માત્ર એક ચમચીથી ખાલી ડોલમાંથી પ્લેટમાં ભોજન પીરસવાનો ફોટોજેનિક યુક્તિ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

બૂમે આ વીડિયોની ચકાસણી કરી હતી અને સત્ય બહાર આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ( Narendra Modi ) 13 મે 2024ના રોજ તખ્ત શ્રી પટના સાહિબ ગુરુદ્વારાની ( Patna Sahib Gurudwara ) મુલાકાત લીધી હતી. આ સમયે તેઓ પાઘડી પહેરીને લંગરમાં લોકોને ખીર પીરસતા હતા. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર હાલ ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે મોદીએ ખાલી ડોલમાંથી ભોજન પીરસી રહ્યા હતા. પરંતુ તપાસમાં આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે.

 Fact Check: બૂમની ટીમે પીએમ મોદીના અન્ય વીડિયો પણ તપાસ્યા હતા…

બૂમ એ સોશ્યલ મિડીયા ( Viral Video ) પર કરવામાં આવેલા દાવાના સમયથી પીએમ મોદીના ( PM Modi ) ઘણા વીડિયો જોયા, જે બધામાં પીએમ મોદી ડોલમાંથી ખીર પીરસતા જોવા મળી રહ્યા હતા. BOOMની ટીમને ANIનો એક વીડિયો પણ મળ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદી ભોજન પીરસતો આ વીડિયો હતો. આ વીડિયોમાં વડાપ્રધાન ડોલમાંથી ભોજન પીરસતા જોવા મળી રહ્યા હતા. આ ડોલમાં ખીર હતી.

આ સમાચાર પણ વાંચો:  Jackie Shroff: જેકી શ્રોફના નામ કે ‘ભીડુ’ શબ્દનો ઉપયોગ હવે કરી શકાશે નહીં, દિલ્હી હાઈકોર્ટે આપ્યો નિર્ણય, વેબસાઈટ-રેસ્ટોરન્ટને મોકલી નોટિસ..

બૂમની ટીમે પીએમ મોદીના અન્ય વીડિયો પણ તપાસ્યા હતા, જ્યારે તેમને એએનઆઈના એક્સ હેન્ડલ પર તે દિવસના પીએમ મોદીના ઘણા વીડિયો જોવા મળ્યા હતા. તે વીડિયોમાં પીએમ મોદી રસોઈ બનાવવામાં મદદ કરતા પણ જોવા મળ્યા હતા.

તેથી બૂમના વેરિફિકેશનમાં વડાપ્રધાન મોદી દ્વારા ખાલી ડોલમાંથી ભોજન પીરસવાનો દાવો ખોટો પડ્યો છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદીના હાથમાં ડોલમાં ખીર હતી અને તેઓ તેને બધાને પીરસી રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Political Turmoil in Uddhav Sena ટીએમસી બાદ હવે ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત લોકસભામાં NDA બેતૃતીયાંશ બહુમતી તરફ.
Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
NCP Congress Merger Rumors શરદ પવારની પાર્ટીના કોંગ્રેસમાં વિલીનીકરણની ચર્ચા પર સુપ્રિયા સુળેએ આપ્યું મોટું નિવેદન.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Exit mobile version