News Continuous Bureau | Mumbai
ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક(Deepfake) દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. આવો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.
Safety tip of the day: Beware of AI generated Deepfake scams.
Visit : https://t.co/Z9U0fKUP61
सर्ट-इन.भारतhttps://t.co/DvPEugGJw4
www.सीएसके.सरकार.भारत#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #G20India #g20dewg #besafe #staysafe #mygov #Meity #onlinefraud pic.twitter.com/GWcSnMLRQWJoin Our WhatsApp Community — CERT-In (@IndianCERT) July 24, 2023
આ રીતે થાય છે છેતરપિંડી
સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજી(Deepfake technology)નો ઉપયોગ કરીને પ્રોસેસિંગ(processing) કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.
કેવી રીતે ઓળખી શકાય ડીપફેક
- જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
- કોલર(caller) તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
- કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
- જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં.
આ રીતે ડીપફેકથી બચી શકાય?
ડીપફેક વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ જે વ્યક્તિનો વિડીયો બનાવવો હોય તેના વાસ્તવિક ફોટા(Real photos) અને વિડીયો ડીપફેક વિડીયો(Deepfake video) બનાવવા માટે તૈયાર કરેલ ટૂલમાં મુકવામાં આવે છે. એન્કોડર અને ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)એટલે કે AI આ ફોટા અને વીડિયોનું વિશ્લેષણ કરે છે. આ રીતે ફાઈનલ વીડિયો આઉટપુટ મળે છે.
ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત
- કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર(Transfer of rupees) કરતા પહેલા તેની તપાસ કરો.
- તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
- સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
- જો તમારી સાથે સાયબર ફ્રોડ(Cyber fraud) થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.
આ સમાચાર પણ વાંચોઃ World Tsunami Day 2023: જાણો, વિશ્વ સુનામી દિવસની તારીખ, ઇતિહાસ અને મહત્વ
