Site icon

Fake News : રતન ટાટાએ 2023 વર્લ્ડ કપ વચ્ચે વાયરલ વોટ્સએપ ફોરવર્ડ્સમાં ક્રિકેટરો માટે ઈનામની જાહેરાત કરવાના દાવાને નકાર્યો

Fake News : Fake News : છેલ્લા કેટલાંક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થઇ રહ્યા છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપ્યા છે. હવે રતન ટાટાએ સ્વયં આ અંગે જાણકારી આપી છે.

Ratan Tata denies claims about announcing reward for cricketers in viral WhatsApp forwards amid 2023 World Cup

Ratan Tata denies claims about announcing reward for cricketers in viral WhatsApp forwards amid 2023 World Cup

News Continuous Bureau | Mumbai

Fake News : છેલ્લા કેટલાંક દિવસોથી સોશ્યલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થઇ રહ્યા છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)અફઘાનિસ્તાનના(Afghanistan) ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan) ને 10 કરોડ રૂપિયા આપ્યા છે. હવે રતન ટાટાએ સ્વયં આ અંગે જાણકારી આપી છે. તેમણે આ સમાચારને તદ્દન ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મારું ક્રિકેટ સાથે કોઈ સંબંધ નથી.

Join Our WhatsApp Community

રતન ટાટાએ કહ્યું કે તેમના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેમણે સલાહ આપતા કહ્યું કે કૃપા કરીને આવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયોઝ પર બિલકુલ વિશ્વાસ ન કરો જ્યાં સુધી તે મારા ઓફિશિયલ પ્લેટફોર્મ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં ન આવે. રતન ટાટાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મેં ક્યારેય ICC કે કોઈપણ ક્રિકેટ ફેકલ્ટીને કોઈ ખેલાડીને દંડ કે ઈનામ આપવા અંગે કોઈ સૂચન આપ્યું નથી. ક્રિકેટ સાથે મારો કોઈ સંબંધ નથી. આવા વાયરલ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.’

આ સમાચાર પણ વાંચો : Amrit Kalash Yatra : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાનાં સમાપન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે.

રાશિદ ખાનને 10 કરોડના ઇનામના સમાચાર વાયરલ થઇ રહ્યા હતા…

પાકિસ્તાન સામે જીત બાદ રાશિદ ખાન ખભા પર અફઘાનિસ્તાનનો ઝંડો લઈને જીતની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનની જીત બાદથી આ સમાચાર સોશ્યલ મીડિયા(social media) ઉપર વાયરલ થયા હતા. એક તરફ જ્યાં સોશ્યલ મીડિયા પર રતન ટાટા તરફથી રાશિદ ખાનને 10 કરોડના ઇનામના સમાચાર વાયરલ થઇ રહ્યા હતા તો બીજી તરફ એવી અફવા પણ ફેલાઈ હતી કે ICCએ રાશિદ પર ઝંડો ખભા પર લઈને ઉજવણી કરવા બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે હજુ સુધી આની કોઈ પુષ્ટિ થઇ નથી.

 

GST UPI Payments: શું Rs 2000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે GST?? સરકારે કરવી સ્પષ્ટતા; જાણો આ દાવાની સત્યતા…
FASTag new rules: NHAIએ નવા FASTag નિયમો અંગે સ્પષ્ટતા આપી, ગ્રાહકો FASTag ટોલ પ્લાઝા પાર કરતા પહેલા ગમે ત્યારે કરી શકે છે રિચાર્જ…
TRAI Fact Check : શું રિચાર્જ ન કરાવ્યું હોય તો પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી એક્ટિવ રહેશે? ટ્રાઇએ દૂર કરી મૂંઝવણ…
Internet Shutdown : શું 16 જાન્યુઆરીએ આખી દુનિયાનું ઇન્ટરનેટ થઈ જશે ઠપ્પ? સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે ડિજિટલ શટડાઉન: જાણો વાયરલ દાવાની સત્યતા..
Exit mobile version