News Continuous Bureau | Mumbai

Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે ‘અમૃત કાળ’ માટે રજૂ કરી વ્યૂહરચના, તમામ માટે કરશે તકોનું સર્જન..

Nirmala Sitharaman: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 'અમૃત કાળ' માટે વ્યૂહરચના રજૂ કરી. સમયસર અને પર્યાપ્ત નાણાકીય સહાય, પ્રસ્તુત ટેકનોલોજી અને એમએસએમઇ માટે ઉચિત તાલીમ – સરકાર માટે નીતિગત પ્રાથમિકતા. 'પંચામૃત'ના લક્ષ્યાંકોને અનુરૂપ, સરકાર ઉચ્ચ અને વધુ સંસાધન-કાર્યક્ષમ આર્થિક વૃદ્ધિને સરળ બનાવવા માટે; ઊર્જા સુરક્ષા માટે પણ કામ કરો. સરકાર આગામી પેઢીના સુધારાઓ હાથ ધરશે અને 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' દ્વારા માર્ગદર્શિત રાજ્યો અને હિતધારકો સાથે સર્વસંમતિ સાધશે

Finance Minister Nirmala Sitharaman presents strategy for 'Amrit Kaal', will create opportunities for all..

News Continuous Bureau | Mumbai 

Nirmala Sitharaman: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને ‘અમૃત કાળ’ ( Amrit kaal ) માટે વ્યૂહરચના પ્રસ્તુત કરી હતી. આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 ( Budget 2024 ) રજૂ કરતી વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, “સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો ( MSME )ની વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સમયસર અને પર્યાપ્ત નાણાકીય બાબતો ( Financial matters ) , પ્રસ્તુત ટેકનોલોજી અને યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવી એ અમારી સરકાર માટે મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રાથમિકતા છે. તેમના વિકાસને સરળ બનાવવા માટે નિયમનકારી વાતાવરણને દિશામાન કરવું એ આ નીતિ મિશ્રણનું એક મહત્વપૂર્ણ તત્વ હશે.”

Join Our WhatsApp Channel

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “‘પંચામૃત’ના લક્ષ્યાંકો સાથે સુસંગત રહીને અમારી સરકાર ઉચ્ચ અને વધારે સંસાધન-કાર્યક્ષમ આર્થિક વૃદ્ધિને ( economic growth )  જાળવી રાખવાની સુવિધા આપશે.”એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઉપલબ્ધતા, સુલભતા અને વાજબીપણાની દ્રષ્ટિએ ઊર્જા સુરક્ષાની દિશામાં કામ કરશે.

 Finance Minister Nirmala Sitharaman presents strategy for 'Amrit Kaal', will create opportunities for all..

Finance Minister Nirmala Sitharaman presents strategy for ‘Amrit Kaal’, will create opportunities for all..

શ્રીમતી સીતારામને નોંધ્યું હતું કે, ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના સિદ્ધાંતથી પ્રેરિત થઈને સરકાર આગામી પેઢીમાં સુધારા હાથ ધરશે તથા અસરકારક અમલીકરણ માટે રાજ્યો અને હિતધારકો સાથે સર્વસંમતિનું નિર્માણ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Puja in Gyanwapi: જ્ઞાનવાપીમાં પૂજા રોકવા માટે મુસ્લિમ પક્ષ પહોંચ્યો અલ્હાબાદ હાઈકોર્ટ, નીચલી કોર્ટ પાસે કરી આ માંગ.

તેમણે કહ્યું હતું કે, “અમારી સરકાર એવી આર્થિક નીતિઓ અપનાવશે જે વૃદ્ધિને પ્રોત્સાહન અને ટકાવી રાખશે, સર્વસમાવેશક અને સ્થાયી વિકાસને સુલભ કરશે, ઉત્પાદકતામાં સુધારો કરશે, તમામ માટે તકોનું સર્જન કરશે, તેમની ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે અને ઊર્જા રોકાણમાં ( Energy investment ) સંસાધનોનાં સર્જનમાં પ્રદાન કરશે અને આકાંક્ષાઓ પૂર્ણ કરશે.”

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રોકાણની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરકાર કદ, ક્ષમતા, કૌશલ્ય અને નિયમનકારી માળખાની દ્રષ્ટિએ નાણાકીય ક્ષેત્રને તૈયાર કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version