Site icon

Union Budget 2024: સ્ટાર્ટઅપ કંપનીઓને મોદી સરકારની ભેટ, હવે નહીં ભરવો પડે આ ટેક્સ; જાણો વિગતે..

Union Budget 2024: નાણામંત્રીએ સ્ટાર્ટઅપ્સને નાણાકીય ભંડોળ પૂરું પાડતી કંપનીઓ પર લાગુ એન્જલ ટેક્સને રદ કરી દીધો છે. નવા અને યુવા સાહસિકો માટે આ મોટી રાહત છે.

Union Budget 2024 FM Nirmala Sitharaman abolishes ‘Angel Tax’ to support Indian startups

Union Budget 2024 FM Nirmala Sitharaman abolishes ‘Angel Tax’ to support Indian startups

 News Continuous Bureau | Mumbai

Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કરતી વખતે દેશના સામાન્ય લોકોનું ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સિવાય નવી સ્ટાર્ટઅપ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

Union Budget 2024: ‘એન્જલ’ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત

નાણામંત્રીએ રોકાણકારોની તમામ શ્રેણીઓ માટે ‘એન્જલ’ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. નવા અને યુવા સાહસિકો માટે આ મોટી રાહત છે. કારણ કે, હવે ઉદ્યોગ સાહસિકો ટેક્સ ફ્રી ફંડ મેળવી શકશે. વેન્ચર કેપિટલ ફર્મ્સ અથવા એન્જલ રોકાણકારો કે જેઓ નવા સ્ટાર્ટ-અપને તેના બજાર મૂલ્ય કરતાં વધુ ભંડોળ પૂરું પાડે છે તેઓએ આ કર ચૂકવવો પડશે. આ ટેક્સનો બોજ અલબત્ત સ્ટાર્ટ અપ કંપનીઓ પર હતો.

આ સમાચાર પણ વાંચો  :  NEET UG 2024: સુપ્રીમ કોર્ટનો ચુકાદો – NEET પરીક્ષા ફરી નહીં યોજાય; CJIએ કહ્યું- સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા…

Union Budget 2024: શું છે એન્જલ ટેક્સ

મહત્વનું છે કે આ ટેક્સ મનમોહન સિંહ સરકારે 2012માં લાગુ કર્યો હતો. વિદેશમાંથી આવતા ગેરમાર્ગે દોરવામાં આવેલા અને બિનહિસાબી નાણાં પર અંકુશ લગાવવા માટે આ ટેક્સની રજૂઆત કરવામાં આવી હતી. વિદેશમાંથી બિનહિસાબી નાણાં ભારતમાં લાવવા માટે કંપનીનું મૂલ્યાંકન વધારવામાં ઘણી વખત ભ્રમણા હતી. આવા વ્યવહારો ઘટાડવા એન્જલ ટેક્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

Union Budget 2024: મુદ્રા લોનની મર્યાદા વધારવામાં આવી 

જોકે આ ટેક્સ પાછળથી સ્ટાર્ટઅપ્સ માટે ઘાતક બન્યો. દેશમાં સ્ટાર્ટઅપ્સ વધવા લાગ્યા અને તેમને રોકાણકારોની જરૂર છે. એક તરફ, તેઓને તેમનું મૂલ્યાંકન સાબિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તે જ સમયે, પ્રાપ્ત ભંડોળ માટે કર ચૂકવવો પડતો હતો. આથી છેલ્લા પાંચ વર્ષથી ઔદ્યોગિક ક્ષેત્રે એન્જલ ટેક્સ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આખરે નાણામંત્રીએ આ માંગણી સ્વીકારી લીધી છે. તેમજ તાજેતરના બજેટમાં મુદ્રા લોનની મર્યાદા પણ વધારીને 20 લાખ કરવામાં આવી છે.

Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Exit mobile version