Site icon

Union Budget 2024: બજેટમાં યુવાનોને મળ્યો મોટો લાભ, પ્રથમ વખતના કર્મચારીઓને વધારાનો PF, 5 વર્ષમાં 4 કરોડ યુવાનોને મળશે રોજગાર..

Union Budget 2024:બજેટમાં રોજગાર-કૌશલ્ય વિકાસ માટે રૂ. 2 લાખ કરોડની 5 યોજનાઓ..

Union Budget 2024 Three schemes announced under Employment-linked incentives; Rs 2 lkh cr announced for job creation

Union Budget 2024 Three schemes announced under Employment-linked incentives; Rs 2 lkh cr announced for job creation

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું સતત 7મું બજેટ છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાણામંત્રીએ રોજગાર પર પણ મોટી જાહેરાત કરી છે.

નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.  રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.

 Union Budget 2024:યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી 

નાણામંત્રીએ રોજગાર પર મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રોજગાર વધારવા પર છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે બજેટમાં યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

 Union Budget 2024: રોજગારની તકો માટે 5 યોજનાઓ લાવવામાં આવશે 

રોજગાર પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચવા ઉપરાંત, સરકારે કહ્યું કે રોજગાર આપનારાઓને સરકારી મદદ મળશે. EPFOથી 10 લાખ યુવાનોને ફાયદો થયો છે. નાણામંત્રીએ EPFOમાં નોંધણી પર પ્રોત્સાહનની પણ જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે સરકારનું ધ્યાન રોજગારી પેદા કરવા પર છે અને આ માટે રોજગારની તકો માટે 5 યોજનાઓ લાવવામાં આવશે અને સરકારે રોજગાર માટે 2 લાખ રૂપિયા આપ્યા છે.  

આ સમાચાર પણ વાંચો  : Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ.. રોજગારી અને કૃષિ પર વિશેષ ભાર

નોકરીદાતાઓને ટેકો આપવા માટે, સરકારે  જોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને સરકાર એક મહિનાનું પીએફ યોગદાન આપીને પ્રોત્સાહિત કરશે. બીજી સ્કીમમાં 30 લાખ યુવાનોને ફાયદો થશે, આ સાથે પહેલી નોકરીમાં 1 મહિનાની સેલરી સરકાર આપશે આ સાથે નવી કર્મચારી માટે ઈન્ટેસીવની પણ જાહેરાત કરી છે.

 Union Budget 2024:20 લાખ યુવાનોને રોજગાર માટે તાલીમ

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 20 લાખ યુવાનોને રોજગાર માટે તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત રોજગાર આપવા માટે સરકાર પ્રોત્સાહન આપશે અને રોજગાર આપવા માટે સરકારી પ્રોત્સાહનોની 3 યોજનાઓ રજૂ કરવામાં આવશે. પીએમ યોજના હેઠળ, 3 તબક્કામાં પ્રોત્સાહનો આપવામાં આવશે, કાર્યકારી હોસ્ટેલ ઉદ્યોગના સહયોગથી બનાવવામાં આવશે.

 Union Budget 2024: આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપશે

PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Dadar railway molestation: દાદર રેલવે સ્ટેશન પર 19 વર્ષીય યુવતી સાથે છેડતી કરવા બદલ 62 વર્ષીય વ્યક્તિની ધરપકડ
Exit mobile version