Site icon News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં વધતા ત્રાસ વચ્ચે અમેરિકા, ભારત અને ચીન સહિત 12 દેશોએ મોટી જાહેરાત કરી છે.

ભારત, અમેરિકા, ચીન સહિત વિશ્વનાં 12 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર તથા યુરોપિયન યુનિયનનાં દેશો સાથે ભેગા થઈને નિર્ણય કર્યો છે કે અફઘાનિસ્તાનમાં એવી સરકારને કોઈ જ સમર્થન આપવામાં નહીં આવે જે બંદૂકનાં જોરે બનાવવામાં આવી હોય. 

અફઘાનિસ્તાનમાં યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે અમેરિકાનાં વિદેશ વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

અફઘાનિસ્તાન મુદ્દે કતાર તરફથી આજે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં ભારત, અમેરિકા, ચીન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, બ્રિટન, જર્મની, કતાર, નોર્વે, તાજિકિસ્તાન, તુર્કી જેવા દેશો સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. આતંકવાદનાં જોરે તાલિબાન ધીમે ધીમે કાબુલ તરફ આગળ વધી રહ્યું છે અને દેશનાં મોટા ભાગનાં રાજ્યો પર હવે કબજો કરી લીધો છે.

સામાન્ય જનતાને મળશે મોટી રાહત : આ રાજ્ય સરકારે  પેટ્રોલના ભાવ ઘટાડવાની કરી જાહેરાત, એક સાથે આટલા રૂપિયા ઘટાડી દીધા
 

Iran Middle East Tension ઈરાનઅમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા હોર્મુઝની સામુદ્રધુની બહાર તેહરાને જાહેર કર્યો ‘એક્સક્લુઝન ઝોન’
London Penthouse Khamenei Link લંડનમાં ઈરાનના સુપ્રીમ લીડરના પુત્ર મોજતબા ખામેનેઈ સાથે જોડાયેલો લક્ઝરી પેન્ટહાઉસ વેચાણ માટે મુકાયો; અલી અન્સારી કનેક્શનની ચર્ચા
BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Exit mobile version