ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનમાં હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.
અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે.
આ મૃત પામેલા લોકોમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષોનો સમાવેશ થાય છે. આ બધાના મોત ગોળી વાગવાથી થયા હતા.
અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું.
