Site icon News Continuous Bureau | Mumbai

Indian Student: કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા: ટોરોન્ટો યુનિવર્સિટી બહાર ફાયરિંગમાં ૨૦ વર્ષીય યુવાનનું મોત..

ક્રિસમસના દિવસે જ ભારતીય પરિવારે ગુમાવ્યો લાડકવાયો દીકરો; ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કરી મદદની ખાતરી આપી.

Indian Student કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા ટોરોન્ટો યુનિ

Indian Student કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા ટોરોન્ટો યુનિ

News Continuous Bureau | Mumbai

Indian Student  કેનેડાના ટોરોન્ટોમાં ૨૫ ડિસેમ્બરે થયેલા ગોળીબારમાં ઉત્તર પ્રદેશના ૨૦ વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું મોત થયું છે. શિવાંક ટોરોન્ટો યુનિવર્સિટીમાં ડોક્ટરેટનો અભ્યાસ કરી રહ્યો હતો. ઘટના સમયે તે યુનિવર્સિટીના કેમ્પસ પાસે હતો ત્યારે અચાનક થયેલા ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં શિવાંકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

Join Our WhatsApp Channel

ભારતીય વાણિજ્ય દૂતાવાસનું નિવેદન

ટોરોન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ પાસે થયેલા ગોળીબારમાં યુવા ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીના આકસ્મિક નિધન પર અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. દૂતાવાસ આ મુશ્કેલ સમયમાં શોકતુર પરિવાર સાથે સંપર્કમાં છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે.”

હુમલાખોરો ફરાર, પોલીસ તપાસ તેજ

મીડિયા રિપોર્ટ મુજબ, ફાયરિંગની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ આખા વર્ષ દરમિયાન ટોરોન્ટોમાં આ ૪૧મી હત્યા છે. પોલીસે હાલ આખા કેમ્પસને સીલ કરી દીધું છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Indian Railway: ટ્રેનની મુસાફરી આજથી મોંઘી: રેલવે ભાડામાં વધારાનું નોટિફિકેશન જાહેર; જાણો કયા ક્લાસમાં કેટલા રૂપિયા વધ્યા.

બે દિવસમાં બીજી ભારતીય વ્યક્તિની હત્યા

નોંધનીય છે કે બે દિવસ પહેલા જ ટોરોન્ટોમાં ૩૦ વર્ષીય ભારતીય મહિલા હિમાંશી ખુરાનાની પણ હત્યા થઈ હતી. હિમાંશીના કેસમાં પોલીસને તેના પાર્ટનર અબ્દુલ ગફૂરી પર શંકા છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને લઈને હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

 

BRICS Summit Geopolitical Challenges બ્રિક્સ બેઠકમાં રશિયાઈરાન અને અમેરિકા વચ્ચે ગરમાગરમી મહાસત્તાઓના આ ટકરાવ વચ્ચે ભારત માટે સંતુલન જાળવવું કેમ બનશે અગ્નિપરીક્ષા?
Saudi Oil Pipeline Suspended વૈશ્વિક બજારમાં મોટો ખતરો સાઉદીએ ઓઈલ પાઈપલાઈન બંધ કરી, બાબ અલ મંદેબ પર હુથી વિદ્રોહીઓનો કબજો
Pakistan BRICS Membership Bid બ્રિક્સમાં જોડાવા માટે પાકિસ્તાનની દોડધામ સભ્યપદ મેળવવા સત્તાવાર અરજી કરી, હવે ભારતની મંજૂરી પર નજર
US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Exit mobile version