Site icon

ચીનના સંશોધકોએ આટલા હજાર વર્ષ જૂના પેન્ટની કરી શોધ, આ 3 પ્રકારની વણાટ ટેકનિકનો કરવામાં આવ્યો હતો ઉપયોગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

રવિવાર, 

સંશોધકોએ ઉત્તર-પશ્ચિમ ચીનના તારિમ બેસિનમાં ૩,૦૦૦ વર્ષ જૂના પેન્ટની શોધ કરવાનો દાવો કર્યો છે. આ શોધ જર્મન પુરાતત્વ સંસ્થાનના મેકે વેગનરના નેતૃત્વમાં બહાર આવી છે. પુરાતત્વવિદો, ફેશન ડિઝાઇનર્સ, ભૂસ્તરશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ અને સંરક્ષકોની આંતરરાષ્ટ્રીય ટીમને યાંગાઈ કબ્રસ્તાનમાં કબરમાંથી આ અનોખું પેન્ટ મળ્યું. આ પેન્ટ ખૂબ જ વિશિષ્ટ લાગે છે અને સુંદર કારીગરીના નમૂના જેવું લાગે છે. સંશોધકો આ રહસ્યને વધુ ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં આ ટ્રાઉઝરને બનાવવા માટે જાડા ઊનના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ત્રણ વણાટ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. સંશોધકોએ કહ્યું કે, તેને બનાવવા માટે ઈલાસ્ટીક ટ્‌વીલ વેવ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આખા પેન્ટ બનાવવા માટે કરવામાં આવ્યો છે. 

યુક્રેન સેનાના આ એન્જિનિયરની બહાદુરી, રશિયન ટેન્કોને રોકવા માટે જવાને પુલ સાથે પોતાને ઉડાવી દીધો; જાણો વિગતે

પેન્ટના પગની ઘૂંટી અને વચ્ચેના ભાગમાં ઝિગઝેગ સ્ટ્રાઇપ્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેને પેન્ટને ખાસ બનાવે છે. ઘૂંટણને ઢાંકવા માટે વિવિધ રંગોમાં ટિ્‌વસ્ટેડ થ્રેડો સાથે ટેપેસ્ટ્રી વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે, તેની ભૌમિતિક પેટર્ન યોગ્ય રીતે જાેઈ શકાય. આ પેન્ટનો જાડો કમરપટ્ટો બનાવવા માટે ત્રીજી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

સંશોધક વેગનરે જણાવ્યું હતું કે, આ ટ્રાઉઝર બનાવવા માટે વિવિધ વણાટ ટેકનિકો અને વિવિધ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વણાટની ટેકનિક પર બોલતા વેગનેરે કહ્યું કે, આ એટલે બન્યું હોઈ શકે, કારણ કે ભરવાડો મોસમી સ્થળાંતર માર્ગોનો ઉપયોગ કરીને તારીમ બેસિનને પાર કરે છે. વેગનરે એમ પણ ઉમેર્યું હતું કે, આ પેન્ટમાં સમયાંતરે વિવિધ સ્થાનિક મૂળ અને પરંપરાઓના યોગ્ય મિશ્રણ સાથે સમય અનુસાર ટ્રેન્ડ પણ જાેવા મળ્યા છે. જે આ પેન્ટને પોતાનામાં ખાસ બનાવે છે.

F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Zohran Mamdani: રાજકારણમાં ભૂકંપ! શું ટ્રમ્પ અને ઝોહરાન મમદાનીનું થશે મિલન? મેયર-ઇલેક્ટે મૂકી એક એવી શરત કે ચર્ચા થઈ તેજ!
Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
Exit mobile version