News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મોટો ઝટકો લાગ્યો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે.
ઈમરાન ખાનની સરકારના 25 સંઘીય, 19 સહાયક અને 4 રાજ્ય મંત્રી લાપતા છે.
સંકટમાં કેટલાક નજીકના લોકોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે.
ઈમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપવુ પડશે હવે આ લગભગ નક્કી છે.
ઉલ્લેખનીય છે કે 28 માર્ચે પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે. 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ભર્યું આ ભયાનક પગલું, મહાયુદ્ધ શરૂ થવાની આશંકા; જાણો વિગતે
