Site icon

અમેરિકા માં બેરોજગાર સોફ્ટવેર એન્જિનિયર ના માથે ઘાત, 60 દિવસમાં નોકરી શોધો અથવા અમેરિકા છોડો.

અમેરિકા માં હાલ અનેક સોફ્ટવેર એન્જિનિયર અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આવા લોકોની સંખ્યા આશરે 50,000 છે. હવે આ તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ વહેલામાં વહેલી તકે નવી નોકરી શોધી લે.

50,000 Indian Software Engineers in US asked to find new job or leave country in 60 days

અમેરિકામાં બેરોજગાર સોફ્ટવેર એન્જિનિયર ના માથે ઘાત, 50,000 લોકોને કહેવામાં આવ્યું કે 60 દિવસમાં નોકરી શોધો અથવા અમેરિકા છોડો.

News Continuous Bureau | Mumbai

અમેરિકામાં કામ કરી રહેલા સોફ્ટવેર એન્જિનિયર ( Software Engineers ) ના માથે મોટી ઘાત આવી છે. વાત એમ છે કે ( US  ) અમેરિકાની સોફ્ટવેર કંપનીઓએ મોટા પાયે સોફ્ટવેર એન્જિનિયર અને નોકરીમાંથી કાઢ્યા છે. નોકરીમાંથી કાઢવામાં આવેલા કુલ લોકો પૈકી આશરે 40% લોકો ભારતીય છે.

Join Our WhatsApp Community

આ તમામ લોકો અમેરિકાના એચ વન વિઝા પર એટલે કે કામ કરવાના વિઝા પર ગયા હતા. હવે તેમની પાસે નોકરી ઉપલબ્ધ ન રહેતા તેમને જણાવી દેવાયું છે કે અમેરિકાના કાયદા અનુસાર 60 દિવસની અંદર તેઓ નવી નોકરી શોધી લે અથવા તેઓએ અમેરિકા છોડી દેવું પડશે.

આ પરિસ્થિતિ સર્જાવાને કારણે અનેક ભારતીય પ્રોફેશનલ ચિંતામાં મુકાયા છે. આટલું જ નહીં અનેક લોકોને એ વાતની ચિંતા થઈ રહી છે કે ભારત પાછા આવ્યા પછી તેમની પ્રોફેશનલ કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે. આ સંદર્ભે અનેક સ્થાનિક સંસ્થાઓ તેમજ એસોસિએશન ભારતીયોની મદદ કરવા માટે આગળ આવી છે. જોકે ટેકનોલોજી ની જાયન્ટ કંપનીઓએ જે રીતે લોકોને નોકરીમાંથી કાઢ્યા છે તેને કારણે ભારતીય સોફ્ટવેર એન્જિનિયર સમુદાયમાં ચિંતાનું વાતાવરણ છે.

 આ સમાચાર પણ વાંચો: રેલ્વે સ્ટેશનની લિફ્ટ થી બચીને રહેજો, હવે ચાર મહિલાઓ ફસાઈ. જાણો વિગતે.

Donald Trump Mediation: હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ: ટ્રમ્પના પ્રયાસો છતાં હવાઈ હુમલાને કારણે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ
Imran Khan PTI: પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ: વિપક્ષી નેતાઓ એકજૂથ થતાં ઇમરાન ખાન હવે ક્યારેય સૂરજ નહીં જોઈ શકે!
Vande Mataram: ‘વંદે માતરમ’ પર વિવાદ: મુસ્લિમોને રાષ્ટ્રીય ગીત ગાવામાં કેમ છે વાંધો? જાણો વિવાદનું મૂળ કારણ
Zelensky: પુતિન ગયા, દિલ્હીમાં હવે ઝેલેન્સ્કીનો વારો? કૂટનીતિના મોરચે ભારતની સંતુલિત ચાલ વૈશ્વિક સ્તરે ચર્ચામાં
Exit mobile version