Site icon News Continuous Bureau | Mumbai

તુર્કીમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર: એકસાથે અનેક બિલ્ડીંગો થઈ ધરાશાયી, અત્યાર સુધી 26 લોકોના મોત, અનેક ઘાયલ… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

30 ઓક્ટોબર 2020

ગ્રીસ અને તુર્કી માં ગઈકાલે (શુક્રવારે) 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ કેટલીય બિલ્ડિંગો ધરાશાયી થઇ ગઇ હતી. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કી અને ગ્રીસની વચ્ચે સ્થિત એજિયન સાગરમાં 16.5 કિ.મી. નીચે હતું. જમીનમાં તે ઓછી ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્ર હોવાને કારણે તેના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આથી જ અનેક ઇમારતો ધરાશાયી થઇ ગઈ છે. દરમિયાન યુરોપિયન-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર એ કહ્યું કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યુનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વીપમાં હતું. અમેરિકના ભૂગર્ભ સર્વેક્ષણના મતે ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપના ઝટકા પૂર્વી યુનાનના પ્રાયદ્વીપોમાં પણ મહેસૂસ થયા. આ સિવાય રાજધાની એથેન્સમાં પણ લોકોએ ભૂકંપનો ઝાટકો મહેસૂસ કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર તુર્કીમાં ભૂકંપ બાદ 196 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા અને 26 લોકોના મોત તેમજ 700થી વધુ લોકો ઘાયલ થયા છે. પરંતુ ગ્રીસમાં કોઇના મોતના અહેવાલ નથી. જોકે બન્ને દેશોમાં તબાહીની સ્થિતિને જોતાં તેમાં ઉમેરો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે અનેક ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા છે. બન્ને દેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 

નોંધનીય છે કે તુર્કી અને ગ્રીસના ભૂમધ્ય સાગરના તેલ અને ગેસના ભંડાર ધરાવતાં વિસ્તારોમાં કબ્જાને લઇને વિવાદ ચરમસીમાએ છે. બન્ને દેશોની સેના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મહિનાઓ અગાઉથી જ પેટ્રોલિંગ કરી રહી છે.

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version