ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
કચ્છમાં આવેલ મુન્દ્રા અદાણી પોર્ટ પર એક કન્ટેનર રોકવામાં આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ચીન જતું જહાજ રોકવામાં આવ્યું છે.
મુન્દ્રા પોર્ટ પર લાવ્યા બાદ જહાજ પર લઈ જવાતા કન્ટેનરમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યા છે .
જોકે, જહાજ દ્વારા તેનો બિન જોખમી પદાર્થ તરીકે ઉલ્લેખ કરાયો છે.
તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સામાન ભારતના કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પંરતુ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંઘાઈ જવાના રસ્તે હતું.
અદાણી ગ્રુપ દ્વારા આ અંગે મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ તેને નિરીક્ષણ માટે મુન્દ્ર પોર્ટ પર ઉતાર્યું હતું.
