ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીને લેવા વાયુસેનાનું વિમાન કાબુલ પહોંચી ગયુ છે.
ભારતના અંદાજે 500 અધિકારી અને સંબંધિત સુરક્ષા કર્મચારીઓ ત્યાં ફસાયેલા છે.
અમેરિકાના સુરક્ષાદળો દ્વારા ત્યાં ભીડને નિયંત્રિત કર્યા પછી વિમાને હવે કાબુલમાં ઉતરાણ કર્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આશરે 500 અધિકારીઓ અને સુરક્ષા સંબંધિત કર્મચારીઓ અહીં ફસાયેલા છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન એરસ્પેસને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ કાબુલ જવાની હતી. પરંતુ એર ઇન્ડિયાએ જણાવ્યું કે, 'એરસ્પેસ બંધ હોવાના કારણે 12:30 વાગ્યે કાબુલની ઉડાન નહીં ભરી શકીએ.'