Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય મૂળના ઋષિ સુનક વિરુદ્ધ બોરિસ જોનસને ખોલ્યો મોરચો- જોન્સન નથી ઇચ્છતા કે ઋષિ સુનક બને PM – જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

બ્રિટનના નવા વડાપ્રધાન (Prime Minister of Britain)ની રેસમાં કન્ઝર્વેટિવ પાર્ટી આગળ ચાલી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટી (conservative party)ના ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સુનકે(Rishi Sunak) પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. દરમિયાન, કાર્યવાહક વડાપ્રધાન બોરિસ જોનસને(Boris Johnson) સુનક વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ બોરિસ જોનસન(Boris Johnson) ઋષિ સુનક(Rishi Sunak)ને બદલે અન્ય ઉમેદવારને સમર્થન(support) આપી રહ્યા છે. આ સિવાય તેઓ અન્ય ઉમેદવારો(candidates)ને પણ કહી રહ્યા છે કે તેઓ કોઈપણ કિંમતે ઋષિ સુનકને સમર્થન ન આપે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જોન્સન, ઋષિ સુનકને સત્તા ગુમાવવાનું(political crisis) સૌથી મોટું કારણ માને છે. બોરિસ જોન્સનનું માનવું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઋષિ તેમને સત્તા પરથી હટાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ માને છે કે ઋષિ સુનકના કારણે જ તેઓએ તેમની ખુરશી ગુમાવી પડી છે. સાથે એવા પણ અહેવાલો છે કે જોન્સન સુનક સિવાય કોઈને પણ સમર્થન આપવા તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

બોરિસ જોન્સનના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના આગામી પીએમ(PM) બનવાની રેસમાં આગળ નીકળી ગયા છે. સુનક બે રાઉન્ડના વોટિંગ(two round voting)માં આગળ છે. ગુરુવારે બીજા રાઉન્ડના મતદાનમાં તેમને સૌથી વધુ 101 મત મળ્યા હતા. પીએમ પદની રેસમાં તેમની સાથે વધુ ચાર ઉમેદવારો છે. બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને સૌથી ઓછા 27 મત મળ્યા હતા. તે આ રેસમાંથી બહાર છે. જોકે આ રેસ હજુ અહીં ખતમ થવાની નથી. મતદાનનો આ રાઉન્ડ આમ જ ચાલશે. આગામી 5 દિવસમાં 3 વખત મતદાન થશે. દરેક વખતે ઓછા મતો ધરાવતા ઉમેદવારને નાબૂદ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા 21 જુલાઈ સુધી પૂર્ણ થઈ શકે છે.

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version