Site icon

કાયમ ભારતના વિવાદમાં દલાલી કરનારા બ્રિટન માટે માઠા સમાચાર. આ દેશે પોતાનો ટાપુ બ્રિટન પાસેથી છોડાવવા ભારતનું શરણું લીધું..

News Continuous Bureau | Mumbai  

દક્ષિણ અમેરિકાના(South america) દેશ આર્જેન્ટિનાએ(Argentina) ફોકલેન્ડ આઇલેન્ડ(Falkland Islands) વિવાદને ઉકેલવા માટે ભારતની(india) મદદ માગી છે. તાજેતરમાં બ્રિટનના(Britain) વડાપ્રધાન(PM) બોરિસ જોનસન(Boris johnson) ભારતની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આર્જેન્ટિનાના વિદેશ મંત્રી(Foreign minister) ભારત આવી રહ્યા છે ત્યારે આર્જેન્ટિના ઈચ્છે છે કે, ભારત આ વિવાદને લઈને બ્રિટેનની સાથે વાતચીત કરે. 

Join Our WhatsApp Community

ફોકલેન્ડ આઇલેન્ડને મુદ્દે બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે 1982માં યુદ્ધ થઈ ચૂક્યું છે. ફોકલેન્ડ આઈલેન્ડને લઈ આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલ ફોકલેન્ડ આઈલેન્ડ ઉપર બ્રિટેન નો કબજો છે. જોકે આર્જેન્ટિના તેના પર પોતાનો દાવો કરતું રહ્યું છે, જેને તે લોસ માલ્વિનાસ(Los Malvinas) કહે છે. 

તાજેતરમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસનની ભારત યાત્રા કરી ગયા છે. હવે આર્જેન્ટિનાના વિદેશ મંત્રી સેન્ટિયાગો કેફિએરો નવી દિલ્હી આવ્યા છે. તેઓ ફોકલેન્ડ વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત બ્રિટેનની સાથે વાતચીત કરે તેવી માગણી કરી રહ્યા છે.

એક મિડિયા હાઉસના અહેવાલ મુજબ આર્જેન્ટિનાના વિદેશ મંત્રી સેન્ટિયાગો કેફિએરો નવી દિલ્હીમાં આયોજિત થનાર રાયસીના ડાયલોગમાં ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કેફિએરો વાર્ષિક રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે નક્કી કરેલ પ્રમુખ આંતરરાષ્ટ્રીય હસ્તીઓમાંથી(international celebrities) એક છે. તે ભારતમાં ધ કમિશન ફોર ધ ડાયલોગ ઓન ધ ક્વેશન ઓફ ધ માલ્વિનાસ આઇલેન્ડ્સ ઈન ઈન્ડિયા નામના એક આયોગને લોન્ચ કરશે. 

આ સમાચાર પણ વાંચો :   બદલાવના માહોલ વચ્ચે ફ્રાંસમાં લોકોની પસંદ આ નેતા પર. વડા પ્રધાન તરીકે ચુંટાયા. જાણો વિગતે….

એક આંતરરાષ્ટ્રીય મેગેઝિનનો બે એપ્રિલે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટન અને આર્જેન્ટિયાનાની 1982ની દુશ્મનાવટની સમાપ્તિની સાથે વિવાદનું સમાધાન થયું નથી. એટલા માટે તેઓએ દ્વિપક્ષીય વાર્તાને ફરીથી શરૂ કરવાનો અનુરોધ કર્યો છે. આર્જેન્ટિનાનો દાવો છે કે, એક સશસ્ત્ર સંઘર્ષનું પરિણામ ફોકલેન્ડ દ્વીપ જવા ક્ષેત્રીય વિવાદને ઉકેલી શકતું નથી.

અહીં ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિના લાંબા સમયથી ફોકલેન્ડ આઈલેન્ડ પર દાવો કરે છે. ફોકલેન્ડ આઈલેન્ડની શોધ યુરોપના લોકોએ કરી હતી. 1833માં બ્રિટને આ આઈલેન્ડ ઉપર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. ફોકલેન્ડ આઈલેન્ડને લઈ બ્રિટન અને આર્જેન્ટિનામાં 1982માં એક યુદ્ધ પણ થઈ ચૂક્યું છે. જે બાદ બ્રિટને આર્જેન્ટિનાની સાથે તમામ સંબંધો તોડતા ભવિષ્યમાં આ મુદ્દા પર વાતચીત ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version