માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
એક નિવેદન બહાર પાડીને બિલ અને મેલિન્ડાએ કહ્યું કે અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમને લાગે છે કે અમે જીવનના એવા વળાંક પર આવી ગયા છીએ કે હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી.
ડિવોર્સ બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સના આર્થિક સંબંધ કેવા રહેશે, આ અંગે વધુ જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે બંને પરોપકારી કાર્યોમાં લાગેલી સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે.
બંગાળ ની ચૂંટણી : જાણો એવી મહિલા ધારાસભ્ય વિશે જેની સંપત્તિમાં છે એક ઝૂંપડી, ત્રણ ગાય અને ત્રણ બકરી
— Bill Gates (@BillGates) May 3, 2021