ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર
ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ માટે મંજૂરી મળી ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કો-વેક્સિનને ઓસ્ટ્રેલિયાની સરકારે તેને માન્ય વેક્સિન તરીકેની યાદીમાં સામેલ કરી દીધી છે.
એટલે કે હવે કોવેક્સિન લીધી હોય તેવા કોઈપણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઇ શકશે.
કોવેક્સિન લઈ ચૂકેલા ઓસ્ટ્રેલિયા જનારા લોકોને હવે 14 દિવસ ક્વોરન્ટીન પણ રહેવું પડશે નહીં.
ઓસ્ટ્રેલિયાના થેરેપાટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ વેક્સિનની એફિકેસીને લઇને તપાસ કરી હતી ત્યાર બાદ મંજૂરી આપી છે.
આ તપાસમાં વેક્સિનની સુરક્ષા, ક્વોલિટી અને ઇફેક્ટિવનેસને લઇને તપાસ કરવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા સરકારે આ નિર્ણય કોવેક્સિન બાબતે WHOની મળનારી બેઠકના 2 દિવસ પહેલાં જ લીધો છે.
ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ WHOની બેઠક મળનારી છે. કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીને આશા છે કે આ બેઠકમાં WHO તેમની વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દેશે.