Site icon

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, આ દેશના રાષ્ટ્રપતિ બનશે ‘વિશ્વના શક્તિશાળી વ્યક્તિ’; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ગત 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું અને હજુ પણ યથાવત છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન જ્યારથી તેમની સેના પર યુક્રેન પર આક્રમણ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારથી તે સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે એક અંધ રહસ્યવાદી જેણે યુક્રેનમાં રશિયન યુદ્ધની આગાહી કરી હતી, તેમણે ફરી એકવાર આગાહી કરી છે કે પુતિન ‘વિશ્વના ભગવાન’ બનશે.

Join Our WhatsApp Community

બાબા વાંગા કુદરતી આફતોને ‘જાેઈ’ અને તકરાર થાય તે પહેલા ચેતવણી આપતા જાેવા મળે છે. પૂર્વીય યુરોપિયમાં તે’બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’તરીકે જાણીતા છે. હાલ તેમણે જણાવ્યુ છે કે, વ્લાદિમીર પુતિન અને રશિયા વિશ્વ પર પ્રભુત્વ મેળવશે. તેમણે કહ્યુ કે, તેના દ્વારા બધાને રસ્તામાંથી દૂર કરવામાં આવશે અને માત્ર તે રાજ કરશે નહીં, પણ તે વિશ્વનો ભગવાન પણ બનશે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે

રશિયા વિશ્વની એકમાત્ર મહાસત્તા હશે. સાથે તેમણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે એક પણ ભવિષ્યવાણી કરી છે. વાંગેલિયા ગુશ્ટેરોવામાં જન્મેલા અંધ બાબા વાંગાને બાદમાં ખબર પડી કે તેઓ ભવિષ્યની આગાહી કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં સેંકડો આગાહીઓ કરી હતી.તેના લાખો અનુયાયીઓ માને છે કે તેનામાં ટેલિપેથી અને એલિયન્સ સાથે વાતચીત કરવામાં સક્ષમ હોવા સહિતની પેરાનોર્મલ ક્ષમતાઓ છે.

આ સમાચાર પણ વાંચો : કાશ્મીરના આ શહેરમાં બુરખાધારી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો બોમ્બ, CCTVમાં કેદ થઈ આખી ઘટના, જુઓ વીડિયો, જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે, 1989 માં બાબા વાંગાએ રશિયાના ભવ્ય ભાવિનીઆગાહી કરી હતી અને કહ્યું કે દરેક જગ્યાએ ભયાનકતા હશે અને નિર્દોષનુ લોહી વહશે. બાબા વાંગા એ જ વ્યક્તિ છે જેણે 9/11ની ઘટનાની ભવિષ્યવાણી કરી હતી. સપ્ટેમ્બર 11, 2001 ના રોજ જેમ તેણે અગાઉથી જોયું હતું, વિમાનોને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યા હતા અને બાદમાં ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા.અહેવાલો અનુસાર, અંધ રહસ્યવાદીએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અને ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી છે.

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version