News Continuous Bureau | Mumbai
ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે.
133 મુસાફરોને લઈને જતું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ગ્વાંગસીમાં ક્રેશ થયું છે.
ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો બચ્યા છે તે વિશે હજી કોઈ માહિતી મળી નથી.
સાથે જ પ્લેન કયા કારણે ક્રેશ થયું તે હજી સ્પષ્ટ થયું નથી.
અહેવાલો અનુસાર, મુસાફરોને લઈ જતું વિમાન બોઈંગ 737 મોડલનું છે.
આ મોડલના વિમાન પહેલા પણ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યા છે.