ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર
દુનિયામાં ઓમિક્રોનના કહેરની વચ્ચે બ્રિટને ઓમિક્રોનના પ્રસારને રોકવા માટે મોટી જાહેરાત કરી છે.
પીએમ બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે બ્રિટનમાં 30 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે કોરોનાની રસીના બૂસ્ટર ડોઝનું બુકિંગ સોમવારથી શરુ થશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બૂસ્ટર ડોઝના ઓમિક્રોનની અસર બાદ લેવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ જણાવ્યું હતું કે દેશમાં 30 થી 39 વર્ષની વયના 7.5 મિલિયન લોકો છે, જેમાંથી 3.5 મિલિયન સોમવારથી બૂસ્ટર ડોઝ માટે પાત્ર છે.
નોંધનીય છે કે, બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.
વાહ! મુંબઈના દરિયાકિનારે આવી પહોંચી થાઈલેન્ડની માછલીઓ. જાણો વિગત