ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
બ્રિટનના પીએમ બોરિસ જોન્સન 55 વર્ષે ફરી પિતા બન્યા છે.
તેમની પત્ની 32 વર્ષીય કેરી સાયમન્ડે પુત્રીને જન્મ આપ્યો છે. માતા-પુત્રી બંને સ્વસ્થ છે.
નવા બાળકનું નામ શું રાખવામાં આવશે તેની આ દંપતીએ હજી જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 29 મેના રોજ, તેઓએ વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં એક ગુપ્ત સમારંભમાં લગ્ન કર્યા હતા
બોરિસ જ્હોન્સન પહેલા બે વાર લગ્ન કરી ચુક્યા છે અને તેમને છ બાળકો પણ છે.
