Site icon

ભારતની જેમ ચીનમાં પણ કોલસાની અછત અને ઊર્જા સંકટનો ખતરો; ચીની સરકારે ભર્યું આ મોટું પગલું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા ચીનમાં વીજળી સંકટનો ખતરો વધી ગયો છે. ચીનમાં કોલસાની અછત, ઈંધણના વધેલા દર અને મહામારી બાદ ઔદ્યોગિક ક્ષેત્રોમાં વીજળીની માગ વધી છે. ચીનમાં ઠંડી વધી રહી છે, જેને લીધે ઘર અને ઑફિસો ગરમ રાખવા માટે વીજળીની માગ વધે એવી સંભાવના છે.

ચીનમાં પૂર્વોત્તરના 3 પ્રાંત જીલિન, હેલોંગજિઆંગ અને લિયાઓનિંગ તેમ જ મંગોલિયા, ગાંસુ જેવા ઉત્તરી પ્રાંતોમાં વીજળીમાં સૌથી વધુ કાપ મુકાયો છે. ચીનમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. ઘર અને ઓફિસના વાતાવરણને ગરમ રાખવા માટે મુખ્યત્વે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. કોલસાના ભાવ ઘટાડવા માટે ચીની સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે. દેશમાં કોલસાનું ઉત્પાદન વધારી દીધું છે. વીજળીની વધુ ખપત કરવાવાળા ઉદ્યોગોને, ફૅક્ટરીઓને વીજળીના પુરવઠામાં કાપ મૂક્યો છે. ચીની સરકાર વારંવાર ઉપભોક્તાઓને આશ્વાસન આપી રહી છે કે ઠંડીથી બચવા માટે આવશ્યક ઊર્જા મળતી રહેશે, પરંતુ વીજળીનું સંકટ હજી એક વર્ષ સુધી રહેશે.

Join Our WhatsApp Community

શું શિવસેના ભાજપના નગરસેવકોને તોડી નાખશે? શિવસેનાના આ નેતાએ કર્યો દાવો; જાણો વિગત

ચીનના સમીક્ષકો અને વેપારીઓએ અનુમાન લગાવ્યું છે કે કોલસાની અછત અને આવાસીય ઉપભોક્તાને પ્રાથમિકતા અપાતી હોવાને લીધે ઔદ્યોગિક વીજળીની ખપમાં 12% ઘટાડો થશે. 
એક દાયકાથી વીજળીના ક્ષેત્રમાં ચીન ઘણી સુધારણાઓ કરી રહ્યું છે. આ અઠવાડિયામાં સૌથી સાહસિક સુધારા માટે એક મોટું પગલું ભર્યું છે. ચીની સરકારે કહ્યું હતું કે હવે કોલસાથી મળતી વીજળીના દરમાં 20% સુધી ઉતાર-ચડાવની પરવાનગી આપશે. જેનાથી વીજળી સંચને વીજળી ઉત્પાદનની વધેલી કિંમતનો બોજ વ્યાવસાયિક અને ઔદ્યોગિક ઉપભોક્તા ઉપર નાખવાનો મોકો મળશે.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version