ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર
યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને તેના સહયોગી પશ્ચિમી દેશો પણ આક્રમક બન્યા છે.
યુએસ અને યુરોપિયન દેશોએ રશિયાને પાછળ ધકેલવા માટે તેના પર નાણાકીય પ્રતિબંધો લાદ્યા છે.
જોકે આ દરમિયાન ચીને સ્પષ્ટ કર્યું છે કે, તે રશિયા પરના નાણાકીય પ્રતિબંધોની વિરુદ્ધ છે.
ચીનના બેંક રેગ્યુલેટરે કહ્યું કે, તે રશિયા પર નાણાકીય પ્રતિબંધો લાદવાના યુએસ અને યુરોપિયન સરકારોના નિર્ણય માં ભાગ લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે ચીન રશિયન તેલ અને ગેસનું મુખ્ય ખરીદદાર છે. ચીન એવો મોટો દેશ છે જેણે યુક્રેન પર મોસ્કોના હુમલાની ટીકા કરવાનું ટાળ્યું છે.
રશિયા પર ધમકી કે પ્રતિબંધની કોઈ અસર નહીં, ભીષણ હુમલો કરી યુક્રેનના આ મોટા શહેર પર જમાવ્યો કબ્જો…
