News Continuous Bureau | Mumbai
હાલમાં ચીન(China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(XI jinping)ને નજરકેદ કરાયા છે, તેવા અહેવાલો વહેતા થયા હતા. આ સ્થિતિ વચ્ચે જિનપિંગ બેઇજિંગ(beijing)માં એક પ્રદર્શનમાં દેખાયા હતા. જેના પગલે ચીન(China)ના પ્રમુખ જિનપિંગ નજરકેદ કરાયા છે, તેવા સમાચાર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ SCO સમિટથી પરત બાદ પહેલીવાર સાર્વજનિક રીતે જોવા મળ્યા છે. આગામી મહિને કોમ્યુનિસ્ટ પાર્ટીની મિટીંગ થવાની છે. જેમાં શી જિનપિંગને સતત ત્રીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. આ ઉપરાંત તે પીએલએના અધ્યક્ષ પણ બન્યા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે શી જિનપિંગને માઓત્સે તુંગ બાદ સૌથી મહાન નેતાનો દરજ્જાે આપવામાં આવશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે શી જિનપિંગ ચીન એકદમ કદાવર નેતા બની ગયા છે અને લાંબા સમય સુધી તેમનું શાસન બની રહી શકે છે.
આ સમાચાર પણ વાંચો : અગત્યનું – વિદેશ પ્રવાસ ખેડવાની જલદી છે તો 15 દિવસમાં ઘરે આવી જશે પાસપોર્ટ- આ રહી સરળ પ્રોસેસ
ઉલ્લેખનીય છે કે શી જિનપિંગે ઉજ્બેકિસ્તાનમાં આયોજિત એસસીઓની મીટિંગમાં ભાગ લીધો હતો. તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા. પરંતુ તેમના ઉજ્બેકિસ્તાનથી પરત ફર્યા બાદ એવી અફવાઓ ફેલાઇ હતી કે તેમને પીપલ્સ લિબરેશન આર્મીએ નજરબંધ કરી લીધા છે. આ અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાઇ હતી, પરંતુ પછી ખબર પડી કે વિદેશ પ્રવાસથી આવ્યા બાદ તે હોમ કોરોન્ટાઇન થઇ ગયા હતા.