Site icon News Continuous Bureau | Mumbai

ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીની પ્રમુખ અચાનક અરુણાચલની સરહદે પહોંચ્યા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

શી જિનપિંગે ચીનનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી પહેલીવાર તિબેટ પહોંચ્યા છે. લદ્દાખમાં ભારત સાથે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે તેમણે અચાનક તિબેટની મુલાકત લીધી છે અને છેક અરુણાચલ પ્રદેશની સરહદની નજીકના ભાગમાં આવેલા એક શહેરમાં પણ પ્રવાસ કરી ત્યાંના સૈન્યની મુલાકાત લીધી હોવાના સમાચાર વહેતા થયા છે.

વર્ષ ૨૦૧૩માં સત્તાની કમાન સંભાળ્યા બાદ શી જિનપિંગની તિબેટની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન જિનપિંગે ન્યાંગ રિવર બ્રિજની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત બ્રહ્મપુત્રા નદીના પટમાં જૈવિક સૃષ્ટિનું નિરીક્ષણ કર્યું હતું. ચીને આ વર્ષે એની ૧૪મી પંચવર્ષીય યોજના દરમિયાન બ્રહ્મપુત્રા નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બાંધવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જોકેચીનની આ યોજનાનો ભારત અને બાંગ્લાદેશે વિરોધ ભારે કર્યો છે.

પાલઘરમાં બે લાઇનમેન એક કલાક સુધી વીજળીના તાર પર લટકતા રહ્યા; NDRFએ કર્યું બચાવકાર્ય, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ ગણાવતું આવ્યું છે. ભારતે ચીનના આ તમામ દાવાને ફગાવી દીધા છે.

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version