ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
યુક્રેન પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે, અને બંને દેશની સેનાઓ આમને-સામને છે.
રશિયાના આ હુમલામાં અત્યાર સુધી અનેક સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
યુએન હ્યુમન રાઇટ્સના ચીફે જાણકારી આપતા કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધી 102 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો પણ સામેલ છે.
યુએને કહ્યું કે, જો હજુ યુદ્ધ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી યુક્રેન પર સતત હુમલો થઈ રહ્યો છે
