Site icon

ચીન સરકારની આલોચના જૅક માને ભારે પડી; બરબાદ થઈ ગયા જૅક મા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

વિશ્વમાં પોતાની કાબેલિયતથી ડંકો વગાડનાર ચીન અને વિશ્વની સૌથી મોટી ટેક કંપની અલિબાબા અને એન્ટ ગ્રુપના માલિક હવે બરબાદીની રાહ પર છે. ચીન સરકારની આલોચના તેમને ભારે પડી છે. જૅક માએ 24ઑક્ટોબર 2020ના રોજ ચીનની અમલદારશાહી પ્રણાલીની ટીકા કરતાં ભાષણ આપ્યું હતું. તેમણે ચીનના નાણાકીય નિયમનકારો અને સરકાર સંચાલિત બૅન્કોની આકરી નિંદા કરી. ઉપરાંત તેમણે સરકારને આવી સિસ્ટમ બદલવાની અપીલ કરી, જે યુવાનોના પ્રયત્નો અને નવા ધંધાને દબાવવા માટે કામ કરે છે.

હવે જૅક માની આ ટિપ્પણીઓથી રોષે ભરાયેલું ચીન હાથ ધોઈને જૅક માની પાછળ પડી ગયું છે. તેમની કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધીરે-ધીરે તેમની કંપનીઓને લક્ષ્ય બનાવવાનું શરૂ થયું. પહેલા એન્ટ ગ્રુપનો IPO રદ થયો, ત્યારબાદ કંપનીનો ભાગ વેચાયો. આ પછી ઘણું વધારે નુકસાન થયું હતું. આનાથી જૅક માની નેટવર્થ ઓછી થઈ છે. ધીમે-ધીમે જૅક મા તેના જૂથ ઉપરનાં નિયંત્રણો ગુમાવી રહ્યો છે. તેણે હવે પોતાનો હિસ્સો વેચવાના દિવસો આવી ગયા છે.

કોરોનાના નવા વેરીયેન્ટએ વધારી બ્રિટન સરકારની વધારી ચિંતા, કોરોનાના કેસમાં નોંધાયો ઉછાળો, લોકડાઉન લંબાવવા પર સરકારની વિચારણા

ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ પર કરેલી તેમની એક ટિપ્પણી તેમના પર એટલી ભારે છે કે છેલ્લા 8 મહિનામાં તેમની અડધાથી વધુ સંપત્તિ ઓછી થઈ ગઈ છે. એટલું જ નહીં, તે વિશ્વના ધનિકોની યાદીમાંથી  પણ સરકીગયા છે. અગાઉ અલિબાબાનું વૅલ્યુએશન 857 અબજ હતું, એ હવે ઘટીને 588 અબજ ડૉલરનું થયું છે. એ જ સમયે, એન્ટ જૂથનું મૂલ્યાંકન ૪૭૦ અબજ ડૉલરથી ઘટીને માત્ર 108 અબજ ડૉલર થઈ ગયું છે.

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version