Site icon News Continuous Bureau | Mumbai

ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા! પ્લેનમાં નશામાં ધૂત મુસાફરે આફત મચાવી- સામે આવ્યો ચોંકાવનારો મામલો

News Continuous Bureau | Mumbai

યુનાઈટેડ એરલાઈન્સની(United Airlines) એક ફ્લાઈટથી(Flight) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે આ ફ્લાઈટમાં એક વ્યક્તિએ મેજિક મશરૂમ(Magic mushroom) ખાઈ લીધુ હતું. ત્યારબાદ પેસેન્જર નશામાં(High) ધૂત થઈ ગયો. નશાની હાલતમાં જ તેણે પ્લેનમાં હાજર લોકોના નાકમાં દમ કરી નાખ્યો હતો. જણાવવાનું કે આ ફ્લાઈટ વોશિંગ્ટન એરપોર્ટ(Washington Airport ) જઈ રહી હતી. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ વ્યક્તિ પ્લેનમાં દોડાદોડ કરી રહ્યો હતો. કોકપિટની પાસે તાળીઓ વગાડતો હતો અને અભદ્ર વાતો પણ કરતો હતો. વ્યક્તિએ બાથરૂમમાં જઈને તોડફોડ પણ કરી અને જ્યારે પ્લેનમાં બેઠેલા એક પિતા અને પુત્રીએ તેનો વિરોધ કર્યો કર્યો તે વ્યક્તિએ છોકરીનો હાથ પકડી લીધો. વ્યક્તિ પ્લેનના ફ્લોર(plane floor) પર આળોટવા લાગ્યો તો એક ક્રુ મેમ્બરે(Crew member) તેને સીટ પર બેસી જવાનું કહ્યું પરંતુ ચેરીએ એ વાત પર ક્રુના બે સભ્યો સાથે મારપીટ પણ કરી. આવી હરકતો જાેઈને અન્ય પેસેન્જર્સ તો દંગ જ રહી ગયા. 

આ સમાચાર પણ વાંચો :  વિશ્વના આ  શક્તિશાળી દેશને મંદીનો છે ખતરો- દર મહિને ૧-૭૫ લાખ લોકો બેરોજગાર બનશે- આની ભારત પર શું થશે અસર

અત્રે જણાવવાનું કે મેજિક મશરૂમ પર પ્રતિબંધ મૂકાયો છે. કારણ કે તેનું સેવન ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ડ્રગ્સ(Drugs ) પેનિક એટેક(panic attacks), મેન્ટલ ડિસઓર્ડર(Mental disorder) અને હેલુસિનેશન(Hallucination) જેવી સ્થિતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. 

ફ્લાઈટ લેન્ડ થતા જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. પૂછપરછ દરમિયાન વ્યક્તિએ એ વાતનો સ્વીકાર કર્યો કે તે મેજિક મશરૂમના કારણે નશામાં ચૂર હતો. વ્યક્તિએ તેનું સેવન ફ્લાઈટ ઉડી તે પહેલા કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ મામલે વ્યક્તિને ૪ મહિનાની સજા થઈ છે. જાે કે વ્યક્તિએ પોતાના આ વર્તન  બદલ માફી પણ માંગી છે.

 

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version