Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે કહી દીધી આ વાત; ભારતીયોના જીવ તાળવે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર,

રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે યુક્રેનના ભારતીયોના જીવ ઉપર-નીચે થઈ ગયા છે. યુક્રેન અને રશિયા વચ્ચેનો વિવાદ અટકતો નથી. યુક્રેનની સરહદ પરથી રશિયન સૈનિકો હટી ગયા છતાં વાતાવરણ તંગ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચેતવણી આપી છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે યુક્રેન રહેલા ભારતીયોની ચિંતા વધી ગઈ છે. 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. એક અંદાજ મુજબ યુક્રેનમાં 18,000થી વધુ ભારતીયો ફસાયેલા છે, જેમાં મેડિકલ એજ્યુકેશન માટે ગયેલા મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુક્રેનની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે અને ભારત સરકાર  તેના પર નજર રાખી રહી હોવાનું કહેવાય છે.

થાણે-દીવા વચ્ચેની પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે લોકાર્પણ; જાણો વિગત

યુક્રેનની પરિસ્થિતિને લઈને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા હાઉસને કહ્યું હતું કે,'અમે આ સમયે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે યુક્રેન-રશિયા સરહદ પર બરાબર શું ચાલી રહ્યું છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન પછી કોઈપણ સૂચનાઓ જાહેર કરાશે. અત્યારે પણ ત્યાંના ભારતીયો માટે કેટલીક નોટિસ બહાર પાડવામાં આવી છે. પરંતુ હજુ પણ ભારતીયોને એરલીફ્ટ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.’

વિદેશ મંત્રાલયના કહેવા મુજબ યુક્રેનની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં એક હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે. યુક્રેનમાં દૂતાવાસ સામાન્ય રીતે કાર્યરત હોવાનું પણ  વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ દૂતાવાસના સંપર્કમાં હોવાનું પણ દૂતાવાસે કહ્યું હતું.

UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
Exit mobile version