ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાનમાં થયેલા તાલિબાનના કબજાની વચ્ચે દેશ છોડીને નીકળેલા રાષ્ટ્રપતિ અશરફ ગની હવે અમેરિકા જઈ શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાષ્ટ્રપતિ અશરફ ગની પહેલા તાજિકિસ્તાન જવાના હતા, પરંતુ ત્યા તેમના પ્લેનને લેન્ડિંગની મંજૂરી ન મળતા હવે તેઓ અમેરિકા જાય તેવી શક્યતા છે.
હાલ અશરફ ગની ઉપરાંત અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહિબ પણ ઓમાનમાં જ છે.
ઉલ્લેખનીય છે કે અશરફ ગનીએ ફેસબુક પર એક સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મુશ્કેલ સ્થિતિ પેદા થઈ ગઈ છે. હિંસા રોકવા માટે તેમણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું છે.
