Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડુ મેહુલ ચોકસી કરતાં તેની ગર્લફ્રેન્ડ વધુ લાઇમલાઇટમાં; જાણો કોણ છે આ મિસ્ટ્રીગર્લ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતના મોસ્ટ વૉન્ટેડ અપરાધીઓમાંનો એક મેહુલ ચોકસીનું એન્ટિગુઆથી ડોમિનિકા પહોંચવાનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી, પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે મેહુલ ડોમિનિકા પહોંચ્યો ત્યારે તેની સાથે એક યુવતી હતી. આ યુવતી કોણ છે અને તે મેહુલ ચોકસી સાથે કેમ હતી એવા અનેક સવાલો ઊઠ્યા છે.

દરમિયાન આ યુવતી બબારા ઝરાબિકા હોવાનું કહેવાય છે અને તેની તસવીરો મીડિયામાં વાયરલ થઈ રહી છે. બબારા અને મેહુલ બંને યૉટમાં સવાર થઈ ડોમિનિકા ગયાં હતાં. જ્યાં મેહુલ તો પકડાઈ ગયો, પરંતુ આ મિસ્ટ્રીગર્લ છુમંતર થઈ ગઈ હતી. હાલ મેહુલ ચોકસી ડોમિનિકાની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેના ભારતમાં પ્રત્યર્પણ અંગે આવતી કાલે 2 જૂને કોર્ટમાં ફેંસલો થવાનો છે.

દરમિયાન ચોકસીના વકીલે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “તેમનો ક્લાયન્ટ 23 મેના રોજ પોતાની ગર્લફ્રેન્ડ બબારા ઝરાબિકાને મળવાનો હતો. ત્યારે જ જૉલી હાર્બર વિસ્તારમાંથી એન્ટિગુયા પોલીસ અને ભારતીય અધિકારીઓએ તેનું અપહરણ કરી લીધું અને તેને પકડીને ડોમિનિકા લઈ જવાયો.”

પાકિસ્તાની આર્મીની ટીકા કરનાર આ પત્રકારને ચૅનલે બરતરફ કર્યો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપૉર્ટ પ્રમાણે બબારા ઝરાબિકા એક ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે. એથી જ મેહુલ તેના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ, આ સમગ્ર મામલો હનીટ્રેપ હોવાનું પણ માનવામાં આવે છે.

Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!
Global Conflict Impact કુવૈત એરપોર્ટ બંધ, ઓઈલ માર્કેટમાં ભૂકંપ યુદ્ધની આગે વધારી મોંઘવારી, બજારોમાં અંધાધૂંધીનો માહોલ!
Strait of Hormuz Crisis હોર્મુઝમાં ‘યુદ્ધના વાદળ’ ભારત એલર્ટ! તેલ અને ગેસના પુરવઠા માટે લીધો આ મોટો નિર્ણય.
Iran’s Counterattack ઈરાનનો ભીષણ વળતો પ્રહાર! અનેક અમેરિકી સૈનિકો ઘાયલ, ‘પેટ્રિયટ’ એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ..
Exit mobile version