Site icon

શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર

પૂરા વિશ્વમાં ખતરનાક કોરોનાનો વાઈરસ ફેલાવા માટે ચીનને જવાબદાર ગણવામાં આવે છે. જોકે ચીન તેના પર મૂકવામાં આવેલા આરોપનો હજી સુધી સ્વીકાર કર્યો નથી. ચીનાઓને ગમે તે પશુ-પ્રાણીઓ માંસ ખાવાનો શોખ છે અને તેમાંથી જ કોઈના શરીરમા વાઈરસ ગયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે ત્યારે હવે ચીનથી નવી ચોંકાવનારી વિગત બહાર આવી છે, જેમાં ચીનમાં મા-બાપ પોતાના બાળકોને મરઘાના લોહીના ઈન્જેકશન અપાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

ચીનમાં લોકો અજીબોગરીબ ખોરાક ખાવા માટે બદનામ છે. કુતરાના માંસથી ચામાચિડિયાનું પણ લોકો માંસ ખાતા હોય છે. કોરોના ફેલાયા બાદ જગતભરમાં ટીકા થયા બાદ આ પ્રકારના માંસ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં કામ ચાલી રહ્યું હતું. જોકે હજી સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. ત્યા હવે પોતાના બાળકોને સુપરકીડ બનાવવા માટે બાળકોને મરઘાના લોહીના  ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે.

ચીનના લોકો આ ઈંજેકશન પાછળ પાગલ થઈ ગયા છે. બ્લેકમાં મળતુ મોંઘુ ઈન્જેકશન લેવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. ચીનાઓના માનવા મુજબ મરઘાના લોહીથી તેમના બાળકોને કોઈ બીમારીનો ચેપ લાગશે નહી. બાળકની ઉમર પણ લાંબી થશે.

 

ઓમિક્રોનના પગલે આ દેશમાં આકરા પગલાં લેવામાં આવ્યા. લોકડાઉન ના ભણકારા.

સ્થાનિક મિડિયાના રિપોર્ટ મુજબ મરઘાના લોહીના ઈન્જેકશનથી બાળક ફૂર્તીલુ બને છે. સિંગાપોરના એક અખબારના અહેવાલ મુજબ વગર કોઈ બીમારીએ ચીનાઓ પોતાના બાળકોને આ ઈંજેકશન આપી રહ્યા છે. ચીનાના કહેવા મુજબ ખાંસી, શરદી, તાવ જેવી જ નહીં પણ કેન્સર અને ટકલાપણા જેવી બીમારીથી પણ મરઘાનું લોહી બચાવે છે. લોહી શરીરમા સ્ટીરોઈડનું કામ કરે છે. ચીનાઓના આ દાવાને સાયન્ટીફીકલી કોઈ સમર્થન મળ્યું નથી. છતાં લોકો ઈંજેકશન આપી રહ્યા છે. 

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version